[raw]
ગઢડા પ્રથમ : ૧૫
સંવત 1876ના માગશર વદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 15 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરે, (1) ને અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ બીજી બાબતમાં મૂર્તિ ધારવામાં નવી નવી શ્રદ્ધા રાખવાનું કહ્યું તે શા ઉપાયે આવે?
ઉ.૧ શ્રીજીમહારાજનો મહિમા જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે. તે મહિમા એમ જાણવો જે, શ્રીજીમહારાજ જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂળઅક્ષરકોટીથી પર છે ને સદા સાકાર મૂર્તિ છે ને એ સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પણ અતિશે નિર્લેપ, અસંગી ને નિર્વિકાર છે ને એ સર્વેને અગમ્ય છે. ને મૂળઅક્ષરાદિક કોઈ પણ શ્રીજીમહારાજનો મહિમા જાણી શકતા નથી તથા મૂળ અક્ષરાદિક અનંતકોટીઓનાં સુખ મળીને શ્રીજીમહારાજના એક રોમના કોટીમા ભાગના પાસંગમાં પણ આવતાં નથી. ને મૂળઅક્ષરકોટીથી પર પોતાના ધામમાં પોતાના સાર્ધમ્યપણાને પામેલા પરમ એકાંતિક મુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જે સદાય ભેળા રહ્યા છે તે પણ જેના મહિમાનો તથા સુખનો પાર પામી શકતા નથી, અને એ સર્વે મુક્ત તથા મૂળઅક્ષરાદિક સર્વે અવતાર તે સર્વે જેની આજ્ઞામાં વર્તે છે. આવો અદ્ભુત મહિમા શ્રીજીમહારાજનો જાણે તો શ્રદ્ધા નવી નવી આવે. તે (પ્ર. 27/1, 51, 56 પ્રશ્ન 3/4, 62 પ્રશ્ન 1, 63 પ્રશ્ન 3 , 78 પ્રશ્ન 16 , સા. 1 પ્રશ્ન 2,17 , લો. 10 પ્રશ્ન 6/8,13 પ્રશ્ન 2, 17 પ્રશ્ન 5/7, પં. 1/1. 2,મ. 13/1. 2.3, 67 અ. 7/1. 2, છે. 37, 39/5) એ આદિકમાં કહ્યો એવો શ્રીજીમહારાજનો મહિમા જાણે તો ઘાટ સંકલ્પ ટળી જાય છે ને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વૃદ્ધિ પામે છે.
|| ——-x——- ||
[/raw]