[raw]
ગઢડા છેલ્લું : ૩૮
સંવત 1885ના વૈશાખ સુદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 38 || (272)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે માયામાંથી થયા તે આકાર મિથ્યા ને નાશવંત છે અને અમારા અક્ષરધામને વિષે અમારો ને અમારા મુક્તનો આકાર સત્ય, દિવ્ય ને અતિશે પ્રકાશે યુક્ત સચ્ચિદાનંદરૂપ અને દ્વિભુજ છે અને મુક્ત પુરુષોએ સેવ્યા થકા સર્વ મુક્તોને આનંદ ઉપજાવીએ છીએ અને સર્વોપરી છીએ ને દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા છીએ અને તમારા સર્વના ઇષ્ટદેવ છીએ ને તમારી સેવાને અંગીકાર કરીએ છીએ અને અમારા આ મનુષ્ય સ્વરૂપમાં ને ધામમાં રહ્યું જે સ્વરૂપ તેમાં કાંઈ પણ ભેદ નથી; એક જ છે. અને અમે અક્ષરાદિક સર્વના નિયંતા ને ઈશ્વરના ઈશ્વર ને સર્વ કારણના પણ કારણ ને સર્વ અવતારના અવતારી છીએ ને તમારે એકાંતિકભાવે ઉપાસના કરવા યોગ્ય છીએ. (1) અને બીજામાં છો વાનાં હોય તેને સુખ ક્યારેય પણ થાય નહિ, માટે અમારા મોટા સાધુ સંગાથે જીવ જડી દેવો ને એમના વચનમાં વર્તવું અને વિષયનો સંબંધ કરે તેનો ઠા રહે નહિ. (2) બાબતો છે.
પ્ર.૧ બીજા કૃપાવાક્યમાં દ્રવ્યાદિક છો વાનાં હોય તેને જીવતાં ને મરીને સુખ ન આવે એમ કહ્યું તે ત્યાગીને-ગૃહીને કેવી રીતે વાસના હોય તેને સુખ ન થાય?
ઉ.૧ ત્યાગી હોય તેને સ્ત્રીઓ પાસે બેસવાનો તથા બોલવાનો તો સંકલ્પ ન હોય, પણ સ્ત્રી સમીપે આવી જાય તેને જોવાનો સંકલ્પ થઈ જાય તે સ્ત્રીની વાસના કહેવાય. (1) અને અંતરમાં પરસ્ત્રી સાથે બોલવાનો કે બેસવાનો સંકલ્પ થતો હોય તે ગૃહસ્થને વાસના કહેવાય. (1) અને ત્યાગીને રોગાદિક આપત્કાળ આવે તથા કોઈક તીર્થાદિકમાં જાવું હોય ત્યાં ભાડાનો યોગ ન બને ત્યારે દ્રવ્ય રાખ્યું હોત તો આવા આપત્કાળમાં કામ આવે એવો સંકલ્પ થાય, તેમ જ વસ્ત્રાદિક જે વખતે જોઈતું હોય તે વખતે ન મળે ને વિલંબ થાય, ત્યારે તેને રાખ્યું હોય તો જોઈએ તે વખતે કામ આવે તેવો સંકલ્પ થાય તે લોભ કહેવાય. (2) અને ગૃહસ્થને ન્યાયે કરીને ભેળું કરેલું દ્રવ્ય તેને શ્રીજીમહારાજ તથા પંચવર્તમાને યુક્ત એવા સત્પુરુષના ઉપયોગમાં ન આવે, તથા પંચવર્તમાને યુક્ત એવા સત્સંગી હોય ને તેને ખાવા-પીવાની તંગાશ હોય અથવા કોઈ રાજ્ય સંબંધી સંકટ આવ્યું હોય તેને છોડાવવાના ઉપયોગમાં ન આવે તે દ્રવ્યાદિકનો લોભ કહેવાય. (2) અને ત્યાગી જે મળે તેને પાણીમાં મેળાવ્યા વિના જુદી જુદી વસ્તુઓ રાખીને જમે તે રસની આસક્તિ કહેવાય. (3) અને ગૃહસ્થને જમતી વખતે ખારું-મોળું હોય તો મનમાં કચવાય કે રસોઈ કરનાર સાથે કજિયો કરે તે રસની આસક્તિ જાણવી, તો ત્યાગીથી તો ખારું-મોળું બોલાય જ કેમ? (3) અને ત્યાગીને વિદ્યાદિક ગુણનું અભિમાન આવે કે ઝીણાં વસ્ત્ર પહેરવાનો સંકલ્પ થાય કે મોટા સંતની સેવા થઈ શકે નહિ, ઇત્યાદિક દેહાભિમાન કહેવાય. (4) અને ગૃહસ્થને નાતનું, કુળનું, ધનનું તથા લોકમોટાઈ આદિકનું અભિમાન હોય તથા સારાં વસ્ત્ર-ઘરેણાં પહેરીને દેહને શોભાડવાની આસક્તિ રહે, તથા ઉત્તમ ભક્ત હોય ને તે લોક વ્યવહારે ગરીબ હોય કે પોતાની ઊતરતી જાતિ હોય તેનો મહિમા ન જણાય, તથા દેહે કરીને ભગવાનની કે તેમના ભક્તની સેવા ન થાય તે દેહાભિમાન કહેવાય. (4) અને જે શ્રીજીમહારાજના આશ્રિત ન હોય એવા સત્સંગ બહારના કુસંગીમાં તથા શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળતા હોય એવા ત્યાગીમાં તથા એવા સત્સંગીમાં હેત ને પક્ષ હોય તો ત્યાગી તથા ગૃહસ્થને કુસંગમાં હેત કહેવાય. (5) અને પોતાનાં પૂર્વનાં માબાપ આદિ સંબંધીને સુખી-દુ:ખી દેખીને હર્ષ-શોક કરે તથા તેની ખબર રખાવે, ને તેના સમાચાર પૂછે ને તેને બોલાવે તે ત્યાગીને સંબંધીમાં હેત કહેવાય. (6) અને પંચવર્તમાને યુક્ત એવા શ્રીજીમહારાજના ભક્ત હોય તેના કરતાં પોતાનાં સ્ત્રી-પુત્રાદિક તથા સગાં-સંબંધી તે શ્રીજીમહારાજનાં ભક્ત ન હોય તો પણ ભક્ત કરતાં વધારે વૃત્તિ ખેંચાય ને વધારે પક્ષ રહે તે ગૃહસ્થને સંબંધીમાં હેત કહેવાય.(6)
પ્ર.૨ મોટા સાધુ સંગાથે પોતાના જીવને જડી દેવો એમ કહ્યું તે જીવ કેવી રીતે જડી દેવો?
ઉ.૨ જેવું જીવને દેહને વિષે હેત છે એવું મોટા સંતને વિષે કરવું અને જેવી દેહમાં એકતા છે તેવી રીતે સંતમાં એકતા કરવી.
|| ——-x——- ||
[/raw]