[raw]
ગઢડા પ્રથમ : ૫૮
સંવત 1876ના ફાગણ સુદિ 5 પંચમીને દિવસ સંધ્યા આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા, ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે,
તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે ને એમ જાણે જે, એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે ને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે ને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.(બા.૫)
ઇતિ વચનામૃતમ્ || 58 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણ ગુણની પ્રવૃત્તિના હેતુ કહ્યા છે અને દેહને યોગે પ્રર્વત્યા હોય તે ગુણ આત્મવિચારે કરીને ટળે છે અને કુસંગને યોગે પ્રર્વત્યા હોય તે ગુણ સંતને સંગે કરીને ટળે છે. (1) બીજામાં મોટા પુરુષના રાજીપાથી મલિન સંસ્કાર ટળે છે. (2) ત્રીજામાં મોટા પુરુષની આગળ નિષ્કપટપણે વર્તે ને કામાદિક શત્રુનો ત્યાગ કરે ને તેનો ગુલામ થઈને રહે ને માન ટળે ભાવે, એટલે માન હોય તો ખરું પણ ઉપરથી દેખાવા દે નહિ એ રીતે રહે તો મોટા પુરુષ રાજી થાય. (3) ચોથામાં મોટા પુરુષને નિર્દોષ જાણે તો સર્વે વિકારથી રહિત થઈને અમારો પાકો ભક્ત થાય. (4) ને અમારા દાસનો ગુલામ થઈને રહે ને સર્વે ભક્તથી પોતાને ન્યૂન માને એ પાકા ભક્તનું લક્ષણ છે અને તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (5) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં સંત, મોટા સંત ને અતિશે મોટા સંત કહ્યા તે કોને જાણવા?
ઉ.૧ (વ. 3ના ત્રીજા પ્રશ્નમાં) વીજળી જેવા કહ્યા છે તે સંત જાણવા અને સિદ્ધદશાવાળા મુક્તોને મોટા તથા અતિશે મોટા સંત જાણવા.
પ્ર.૨ રાંક તથા રાજા કહ્યા તે કોને જાણવા?
ઉ.૨ કાળ-કર્મ-માયાને આધીન હોય તેને રાંક જાણવા અને કાળ-કર્મ-માયાથી રહિત થઈને સ્વતંત્ર થાય તેને રાજા જાણવા.
પ્ર.૩ ભૂંડાં અને રૂડાં પ્રારબ્ધ કહ્યાં તે કિયાં જાણવાં?
ઉ.૩ પૂર્વે અતિશે ભૂંડાં દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશે મલિન કર્મ થઈ ગયાં હોય તે કર્મને ભૂંડાં પ્રારબ્ધ જાણવાં અને સર્વે કર્મથી ને વાસનાથી રહિત થવાય ને મોટા પુરુષ રાજી થાય એવી ક્રિયા કરી હોય તે રૂડાં પ્રારબ્ધ જાણવાં.
પ્ર.૪ વિઘ્ન તે શું જાણવું? અને સ્વરૂપ તે શું જાણવું?
ઉ.૪ કલ્યાણના માર્ગથી પાડે એવા ક્રોધ-માનાદિક દોષ હોય તથા જેમ ભરતજીને મૃગલા સાથે હેત થયું એવો સંગ થઈ જાય તથા કોઈક સત્સંગથી વિમુખ થનારો હોય તેની સાથે હેત થઈ જાય તો તેના ભેળા વિમુખ થઈને સત્સંગથી બહાર જવું પડે એવું હોય તથા જે પંચ વર્તમાન પાળતા ન હોય તેને મુક્ત જાણીને તેની સાથે હેત થઈ જાય તથા કોઈ મોટા પુરુષનો દ્રોહ થાય એવી ક્રિયા થઈ જાય, એવાં ઘણાંક વિઘ્ન છે તે મોટા પુરુષ સાથે જીવ જોડ્યો હોય તો એ વિઘ્ન આવવા દે નહિ અને સ્વરૂપ તે શ્રીજીમહારાજની મૂર્તિ જાણવી, પણ સ્વરૂપ તથા મૂર્તિ જુદી ન જાણવી જેમ લીંબડાનું વૃક્ષ કહીએ તે લીંબડો અને વૃક્ષ જુદાં નથી, તેમ ભગવાનનું સ્વરૂપ કહીએ અથવા ભગવાનની મૂર્તિ કહીએ અથવા ભગવાનનું અંગ કહીએ તે ભગવાનની મૂર્તિ કે સ્વરૂપ કે અંગ તે જુદાં ન સમજવાં; મૂર્તિ કહે તો ય ભગવાન સમજવા અને સ્વરૂપ કહે તો ય ભગવાન સમજવા અને ભગવાનનું અંગ કહે તો ય ભગવાન સમજવા.
પ્ર.૫ ત્રીજા પ્રશ્નમાં કામ-માનાદિક સર્વે વિકારનો ત્યાગ કરે તો જ મોટા પુરુષ રાજી થાય એમ કહ્યું અને ઉપર બીજા પ્રશ્નમાં મોટા પુરુષનો રાજીપો થાય તો જ મલિન સંસ્કાર નાશ પામે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૫ સ્થૂળ દેહે કરીને કામાદિક વિકારને વિષે પ્રવર્તે નહિ તે ત્યાગ કહ્યો છે, માટે સ્થૂળ દેહે કામાદિક વિકારનું કહ્યું ન કરે તેના ઉપર મોટા પુરુષ રાજી થાય અને મોટા પુરુષનો રાજીપો થાય ત્યારે તેના જીવમાંથી કામાદિક સર્વે વિકાર માત્રનો નાશ થઈ જાય.
|| ——-x——- ||
[/raw]