[raw]
ગઢડા પ્રથમ : ૫૪
સંવત 1876ના મહા વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો, અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી શુક મુનિએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 54 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં જીવને જેવો દેહના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો અમારા ભક્તને વિષે થાય તે ભાગવત ધર્મ છે. (1) બીજામાં અમારાં નાનાં-મોટાં વચન યથાર્થ પાળે તેનો જ ધર્મ ને સત્સંગ દૃઢ રહે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં ભાગવતધર્મ કિયા હશે? એમ પૂછ્યું છે તેના ઉત્તરમાં શ્રીજીમહારાજે સંતનો પ્રસંગ રાખવાનું કહ્યું તેનો શો હેતુ હશે?
ઉ.૧ મને, વચને ને દેહે કરીને ભગવાન સંબંધી શુભ ક્રિયા કરવી તે ભાગવત ધર્મ છે, પણ એ ધર્મ મુક્તના પ્રસંગથી આવે છે માટે મુક્તનો પ્રસંગ રાખવાનું કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]