સંવત 1876ના મહા વદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરીમાં કથા વંચાવતા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 52 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે, તેમાં શ્રીજીમહારાજે સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તેને પૂરો જ્ઞાની કહ્યો છે અને શાસ્ત્રને મૂકીને મનમતે વર્તે તેને દંભી જ્ઞાની ને દંભી ભક્ત કહ્યો છે. (1) બાબત છે.
પ્ર.૧ સાંખ્યને મતે ચોવીશ તત્વના ભેળા જીવ-ઈશ્વરને ગણીને પચવીશમા પરમાત્મા કહ્યા તે મૂળપુરુષને કહ્યા છે, અને યોગને મતે તત્વથી નોખા જીવ-ઈશ્વરને કહીને છવીશમા પરમાત્મા કહ્યા તે પણ મૂળપુરુષને કહ્યા છે; અને વેદાંત પણ એનો જ મહિમા કહે છે; પંચરાત્ર છે તે વાસુદેવ ભગવાને કર્યું છે તે શ્વેતદ્વીપ-પતિ વાસુદેવનું વર્ણન કરે છે એમ (વ. 2/2માં) કહ્યું છે, એવી રીતે ચારે શાસ્ત્ર જેમ મૂળપુરુષનું તથા વાસુદેવનું ધ્યાન-ભજન કરવાનું કહે છે, તેમ શ્રીજીમહારાજના ભક્તને શ્રીજીમહારાજનું સ્વરૂપ કેવી રીતે સમજવું?
ઉ.૧ જેમ સાંખ્યવાળે મૂળપુરુષ વિના જીવ-ઈશ્વર કાંઈ કરવા સમર્થ નથી એમ જાણીને મૂળપુરુષને પરમાત્મા કહ્યા છે, તેમ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ભક્તોએ મૂળપુરુષ તેથી પર બ્રહ્મકોટી તેથી પર અક્ષરકોટી તે કોઈ શ્રીજીમહારાજ વિના કાંઈ કરવા સમર્થ નથી એમ જાણીને શ્રીજીમહારાજને પરમાત્મા જાણવા. (1) અને જેમ યોગવાળા ત્રણ દેહથી ભિન્ન જીવાત્માને માનીને મૂળપુરુષની મૂર્તિનું ધ્યાન કરવાનું કહે છે તેમ શ્રીજીમહારાજના ભક્તને શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. (2) અને જેમ વેદાંત મૂળપુરુષને જીવ-માયાને વિષે વ્યાપક ને જીવ-માયાના કારણ જાણવા એમ કહે છે, તેમ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ભક્તોએ પ્રત્યક્ષ શ્રીજીમહારાજને જીવ, માયા, મૂળપુરુષ, બ્રહ્મ, અક્ષર એ સર્વેને વિષે પોતાના તેજ દ્વારે વ્યાપક ને એ સર્વેના આધાર, કર્તા, નિયંતા ને કર્મફળ પ્રદાતા જાણવા. (3) અને જેમ પંચરાત્રશાસ્ત્ર શ્વેતદ્વીપપતિ વાસુદેવને મચ્છ-કૂર્માદિક તથા રામ-કૃષ્ણાદિક સર્વ અવતારના કારણ જાણીને તેમની ભક્તિ કરવાનું કહે છે, તેમ શ્રીજીમહારાજના ભક્તોએ શ્રીજીમહારાજને અક્ષરાદિક સર્વે અવતારના કારણ અવતારી જાણીને તેમની ભક્તિ કરવી. (4) આવી રીતે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણને ચારે પ્રકારે જાણે તે પૂરો જ્ઞાની કહેવાય.