સંવત 1876ના મહા સુદિ 6 છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને ધોળી ચાદર ઓઢી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણ આવીને બેઠો હતો. તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 42 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થયા વિના જીવ, માયા, ઈશ્વરાદિકને મિથ્યા કહે તથા વિધિનિષેધને ખોટા કહે તેને અધમ ને નાસ્તિક કહ્યા છે. (1) અને કુસંગને યોગે ભૂંડું થાય છે. (2) અને જેમ શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અભયપદ પામી તેમ અમારા પ્રસંગ થકી અભયપદને પામે છે અને નાસ્તિકને નરકની પ્રાપ્તિ થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ બ્રહ્મસ્વરૂપનો અર્થ શો હશે? અને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં લક્ષણ શાં હશે?
ઉ.૧ આ ઠેકાણે બ્રહ્મસ્વરૂપ એટલે શ્રીજીમહારાજને જાણવા અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ દેખે નહિ તેને નિર્વિકલ્પ સ્થિતિવાળા જાણવા.
પ્ર.૨ બીજી બાબતમાં શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અક્ષરધામને પામી એમ કહ્યું તે શ્રીકૃષ્ણ કોને જાણવા અને અક્ષરધામ કિયું જાણવું? અને શ્રીકૃષ્ણને ગુણાતીત કહ્યા તે ગુણાતીત કેવી રીતે જાણવા?
ઉ.૨આ ઠેકાણે મૂળપુરુષને શ્રીકૃષ્ણ કહ્યા છે ને તેના ગોલોક ધામને અક્ષરધામ કહ્યું છે અને માયાના ગુણથી પર છે, માટે ગુણાતીત કહ્યા છે.
પ્ર.૩ ગમે તેવા મોટાનું કુસંગ કરીને ભૂંડું થાય તે મોટો કેવો, અને કુસંગ તે શું?
ઉ.૩ સાધનદશાવાળો ઉત્તમ મુમુક્ષુ હોય પણ એકાંતિક થયેલો ન હોય એવા મોટાને કુસંગ લાગે ને સ્ત્રીધનાદિક પદાર્થને વિષે મોહ પામીને તેમાં બંધાઈ જાય, અને જે એકાંતિક હોય તે તો સ્ત્રીધનાદિકને અતિ તુચ્છ જાણીને તેમાં પ્રીતિ કરે જ નહિ, અને શાસ્ત્રને વિષે કહેલા વિધિને ખોટા કરીને શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે તે કુસંગી છે અને તેનો સંગ તે કુસંગ જાણવો.
પ્ર.૪ ત્રીજી બાબતમાં પાપી જીવ અમારો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે પ્રસંગ કેવી રીતે જાણવો?
ઉ.૪ શ્રીજીમહારાજને અંતર્યામી જાણીને આશરો કરે તે પ્રસંગ કહેવાય, અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞામાં રંચમાત્ર ફેર પડે નહિ તો તેનાં પ્રથમ કરેલાં પાપ બળી જાય ને તે અભયપદ એટલે અક્ષરધામને પામે છે અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞા લોપે તો કલ્યાણ ન થાય.