[raw]
અમદાવાદ : ૨
સંવત 1882ના ફાગણ સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરની આગળ વેદીને વિષે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્તકને વિષે ગુલાબી રંગનો ફેંટો બાંધ્યો હતો, ને તે પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્છ ખોસ્યા હતા, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા, ને બે ભુજને વિષે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા, ને બે હાથને વિષે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા, એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા જે, એક પ્રશ્ન પૂછું છું જે,
ઇતિ વચનામૃતમ્ || 2 || (222)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) એક છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે નિત્ય, નિમિત્ત ને પ્રાકૃત પ્રલયમાં જીવ, ઈશ્વર ને પુરુષની ઉપાધિ લય પામે છે ને પાછી સૃષ્ટિ સમે વળગે છે, પણ જ્ઞાન પ્રલયે કરીને માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ એટલે અમારા તેજરૂપ થઈને અમને ભજે તેને કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી અને તે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે સ્વતંત્રપણે દેહ ધરે ને મૂકે એવો સમર્થ થાય. (1) અને આ વાત અમારા એકાંતિક ભક્તને સમજાય છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં શુદ્ધ સત્વમય વર્તે છે એમ કહ્યું તે શુદ્ધ સત્વમય કેવી રીતે જાણવું?
ઉ.૧ એનો ઉત્તર એ જ બાબતમાં નીચે કર્યો છે જે માયિક ઉપાધિનો ત્યાગ કરીને શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ થઈને શ્રીજીમહારાજને ભજે તેને આ ઠેકાણે શુદ્ધ સત્વમય વર્તે છે એમ કહ્યું છે, માટે શુદ્ધ સત્વમય એટલે બ્રહ્મરૂપે વર્તે છે એમ સમજવું.
પ્ર.૨ આમાં શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે બ્રહ્મરૂપે વર્તે તેને શુદ્ધ સત્વમય કહ્યો અને (વ. 18/8માં) શ્રીકૃષ્ણને પણ શુદ્ધ સત્ત્વાત્મક કહે તો બાધ આવે એમ કહ્યું છે, માટે શ્રીકૃષ્ણને શુદ્ધ સત્ત્વાત્મક ન કહેવાય તો તેથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ ને તેથી પર વાસુદેવબ્રહ્મ ને તેથી પર મૂળઅક્ષરના મુક્ત ને તેથી પર મૂળઅક્ષર ને તેથી પર શ્રીજીમહારાજના મુક્ત છે તેમને શુદ્ધ સત્વમય વર્તે છે એમ કેમ કહેવાય, માટે તે કેમ સમજવું?
ઉ.૨ (વ. 18માં) રજ-તમથી રહિત માયાનો સત્વગુણ તેમને શુદ્ધ સત્વ કહ્યો છે, તે સત્ત્વાત્મક શ્રીકૃષ્ણને ન કહેવા, એ ગુણથી પર કહેવા એમ કહ્યું છે, અને આમાં તો સત્વ શબ્દ શક્તિવાચક છે તે શ્રીજીમહારાજની શક્તિ જે બ્રહ્મ તે બ્રહ્મરૂપે વર્તે તેને જ શુદ્ધ સત્વમય કહ્યો છે, માટે શુદ્ધ સત્વમય વર્તે છે એટલે બ્રહ્મરૂપે વર્તે છે એમ જાણવું.
પ્ર.૩ નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત ને આત્યંતિક એ ચાર પ્રકારના પ્રલય કહ્યા તે કેવી રીતે થતા હશે?
ઉ.૩ પાતાળથી આરંભીને સ્વર્ગલોક પર્યંત દશ લોકમાં ઝીણા જંતુથી લઈને ઇન્દ્ર સુધીના દેહનો ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ થાય છે તેને નિત્ય પ્રલય કહેવાય છે. (1) અને જ્યારે ર્મત્ય લોકનાં ચાર અબજ ને બત્રીશ કરોડ વર્ષ થાય છે ત્યારે વૈરાજપુરુષની સાંજ પડે છે, ત્યારે પ્રથમ સો વર્ષ પર્યંત અનાવૃષ્ટિ થાય છે. પછી શેષનારાયણના મુખ થકી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ઉપરથી સૂર્ય તપે છે તે દશ લોકને બાળી દે છે ત્યારે મહર્લોકનિવાસી તે જનલોકમાં જાય છે, પછી સાંવર્તક નામના મેઘ મુશળધારાથી વરસે છે, ને ધ્રુના તારા સુધી જળ ભરાઈ જાય છે, ત્યારે વૈરાજ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવની રાત્રિ પડે છે ત્યારે તે સૂઈ જાય છે તેના ભેળા તપ તથા જન એ લોકમાં રહેનારા તે પણ સૂઈ જાય છે. આવી રીતે નૈમિત્તિક પ્રલય થાય છે. (2) અને એ વૈરાજનો જેવડો દિવસ તેવડી જ રાત્રિ છે તે રાત્રિ-દિવસ થઈને આપણાં આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષ થાય છે અને તેનું સવાર થાય છે ત્યારે જાગીને સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. એવી રીતે છત્રીશ હજાર નિમિત્ત પ્રલય થાય છે, ત્યારે વૈરાજની સો વર્ષની આયુષ્ય પૂરી થાય છે, ત્યારે તેનો દેહ નાશ પામે છે ત્યારે પ્રધાનપુરુષની સાંજ પડે છે ત્યારે અષ્ટાવરણ ને ચૌદ લોકનો નાશ થઈ જાય છે તેને પ્રાકૃત પ્રલય કહે છે. (3) અને પ્રધાનપુરુષનો જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે તે પ્રધાનપુરુષની આયુષ્યમાં છત્રીશ હજાર પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે તે પ્રધાન પુરુષ મૂળમાયાને વિષે લય પામે છે, એવા અનંત પ્રધાનપુરુષો માયામાં લીન થાય છે અને મૂળમાયા મૂળપુરુષને વિષે લીન થાય છે તેને મહા પ્રલય અથવા આત્યંતિક પ્રલય કહે છે. ત્યારે મૂળપુરુષ વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુર ધામમાં વાસુદેવને સમીપે જઈને નિવાસ કરે છે. આવી રીતે આત્યંતિક પ્રલય થાય છે. (4) આવી રીતે જ્ઞાને કરીને પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લય કરીને ત્રણ દેહથી પર એવો પોતાનો ચૈતન્ય તેને ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળઅક્ષરકોટીથી પર શ્રીજીમહારાજના તેજરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય તે મુક્ત થાય છે તેને ફેર ઉપાધિમાં આવવું પડતું નથી, ને શ્રીજીમહારાજની પેઠે સ્વતંત્રપણે જીવોનાં કલ્યાણ કરવાને અર્થે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા અથવા શ્રીજીમહારાજના તેજરૂપ જે ધામ તેમાં શ્રીજીમહારાજની સમીપે રહ્યા થકા આંહીં દર્શન આપે, ને શ્રીજીમહારાજની ઇચ્છાથી અંતર્ધાન થાય પણ કાળ આદિક કોઈને આધિન થાય નહિ.
|| ——-x——- ||
[/raw]