[raw]
ગઢડા પ્રથમ : ૩૭
સંવત 1876ના પોષ વદિ 14 ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાઘ વિરાજમાન હતી, અને તે પાઘમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને કંઠને વિષે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 37 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં આત્મારૂપ માને તો જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટળી જાય છે. (1) અને અમારી ભક્તિ ન હોય, ને તેમાં બીજા ગુણ ઘણા હોય, તો પણ તેની સાથે હેત ન કરવું. (2) અને અમને ને અમારા મુક્તોને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને અમને એકને જ કર્તા જાણે તેને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી. (3) અને એવી નિષ્ઠા ન હોય તે જડમતિવાળા ને મૂર્ખ છે. (4) ત્રીજી બાબતમાં કહી ગયા એવા અમારા સ્વરૂપના જ્ઞાનવાળા છે તેમનો ચૈતન્ય મૂર્તિમાન થઈને અક્ષરધામને વિષે અમારી હજૂરમાં રહે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (5) બાબતો છે.
પ્ર.૧ બીજી બાબતમાં ભક્તિ રહિત ગુણવાન ગમે નહિ એમ કહ્યું તે ગુણ ને ભક્તિ કિયાં જાણવાં?
ઉ.૧ શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદાને સ્થૂળ દેહે કરીને યથાર્થ પાળે તથા કથા, કીર્તન, જપ, તપ, વ્રતાદિક કરે તે ગુણ જાણવા, તે ગુણે સંપન્ન હોય તો પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં હેત જે ભક્તિ તે ન હોય તે ગમતો નથી એમ કહ્યું છે.
પ્ર.૨ ત્રીજી બાબતમાં જેના દર્શનને શ્રીજીમહારાજ ઇચ્છે અને જેના દર્શનથી અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય એવા સમર્થને જેવો તેવો કહેવાનો શો હેતુ હશે?
ઉ.૨ શ્રીજીમહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત હોય, તે વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય અને શ્રીજીમહારાજ ને એમના મુક્ત જેવા અક્ષરધામમાં છે તેવા જ અહીં મનુષ્યરૂપે દેખાતા હોય તેમને સદા દિવ્ય સાકાર જાણે, અને નિરાકાર પ્રતિપાદન કરનારા ગ્રંથનું શ્રવણ થાય, તો પણ શ્રીજીમહારાજને ને મુક્તોને નિરાકાર સમજે જ નહિ અને અતિ સમર્થ જાણે, એવી શ્રીજીમહારાજને વિષે દૃઢ પ્રતીતિ હોય, આવા ગુણે યુક્ત હોય, ને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા હોય અને પ્રકૃતિપુરુષ, કાળ, બ્રહ્મ, તથા મૂળઅક્ષર એ આદિક કોઈને જગતના કર્તા જાણે નહિ ને એ સર્વના કર્તા એક શ્રીજીમહારાજને જાણે અને શ્રીજીમહારાજ વિના બીજા કોઈને વિષે આસ્થા આવે નહિ ને જંત્ર, મંત્ર, દેવ, દેવીમાં ક્યાંય લેશમાત્ર પ્રતીતિ આવે નહિ, અને તે ત્યાગીમાં રહ્યો હોય ને વિદ્વત્તા કે આ લોકનો અધિકાર વગેરે લૌકિક મોટાઈ ન હોય ને ગૃહસ્થમાં હોય ને તેને ધન-સમૃદ્ધિ ન હોય અને ગરીબ સ્થિતિમાં હોય, તેને આ લૌકિક મોટાઈની દૃષ્ટિએ જેવો તેવો કહ્યો છે, એને દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે ને એને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી.
પ્ર.૩ એને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી એમ કહ્યું તે હુકમ શો સમજવો?
ઉ.૩ કોઈકના કર્મમાં દુ:ખ લખ્યું હોય તે મટાડીને સુખિયો કરે અને કોઈકના કર્મમાં જીવવું લખ્યું હોય તેનો દેહ મુકાવે તેમાં કર્મનું જોર ચાલે નહિ તે કર્મનો હુકમ ન ચાલ્યો કહેવાય. (1) અને કોઈકનીં આયુષ્ય આવી રહી હોય તેને મરવા દે નહિ અને કાળ કોઈક જીવને લઈ જતો હોય, તેની પાસેથી મુકાવીને પોતાની ઇચ્છા હોય ત્યાં મૂકી દે, તેમાં કાળનું જોર ચાલે નહિ તે કાળનો હુકમ ન ચાલ્યો કહેવાય. (2) અને માયાના તાબાના પામર જીવને વગર સાધને માયાથી મુકાવીને, શ્રીજીમહારાજના ધામમાં મૂકી દે તેમાં માયાનું જોર ચાલે નહિ તે માયાનો હુકમ ન ચાલ્યો કહેવાય. (3)
પ્ર.૪ એવા સમર્થને શ્રીજીમહારાજ દંડ શો દેતા હશે?
ઉ.૪ શ્રીજીમહારાજની મરજી વિના ઉપર કહ્યું એવું કામ કરે તેને શ્રીજીમહારાજ ઠપકો દે જે આવું કામ કેમ કર્યું? એ દંડ જાણવો.
પ્ર.૫ પાંચમી બાબતમાં સાકાર નિષ્ઠાવાળો ચૈતન્યની મૂર્તિ થાય એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૫ શ્રીજીના ધ્યાનથી ભક્તનો ચૈતન્ય મૂર્તિમાન થાય છે તેને ચૈતન્યની મૂર્તિ જાણવી.
પ્ર.૬ સાધનને બળે કલ્યાણ ઇચ્છે તે દેવતાના લોકને પામે તે દેવ કિયા જાણવા?
ઉ.૬ આ ઠેકાણે ઇંદ્રથી લઈને પ્રધાનપુરુષ સુધી દેવતા કહ્યા છે. || 37
|| ——-x——- ||
[/raw]