[raw]
ગઢડા પ્રથમ : ૩૬
સંવત 1876ના પોષ વદિ 13 તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ધોળા ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો લટકતો હતો, તથા કર્ણિકારનાં રાતાં પુષ્પનું છોગલું મૂક્યું હતું, અને જમણા હાથને વિષે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા, એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 36 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં વસ્ત્રાદિક પદાર્થને ભેળાં કરી રાખે ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાં પ્રીતિ ન હોય એવા ત્યાગીને શ્રીજીમહારાજે પાપી કહ્યો છે. (1) ને કચરો ને કંચન સરખાં થઈ જાય ને એક અમારે વિષે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે, એમ કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ ત્યાગી વસ્ત્રાદિક પદાર્થ ભેગાં કરી રાખે તેને પાપી કહ્યો તે પદાર્થ કિયાં જાણવાં?
ઉ.૧ શ્રીજીમહારાજે ‘સત્સંગિજીવન’માં સાધુ-બ્રહ્મચારી-પાર્ષદોને વસ્ત્રાદિક રાખવાનું કહ્યું છે તેથી અધિક રાખે તેને પાપી કહ્યો છે.
પ્ર.૨ વસ્ત્રાદિક અધિક રાખે તેને પાપી કહ્યો ત્યારે દ્રવ્ય-પૈસા રાખે તે ત્યાગીને કેવો જાણવો?
ઉ.૨ (મ. 39ના 2/3 બીજા પ્રશ્નમાં) અમારી બાંધેલી મર્યાદા લોપે તેની અધોગતિ થાય છે. અને (જે. 5/1માં) અમારા સત્સંગના નિયમ નહિ પાળો તો મહાદુ:ખ પામશો. તેમાં અમારે-તમારે લેણા દેણા નથી અને (છે. 38ના બીજા પ્રશ્નમાં) દ્રવ્યાદિક છ વાનાં હોય તેને જીવતાં ને મરીને સુખ નહિ થાય. અને (મ. 35/4માં) ધર્મ રહિતને ચંડાળ કહ્યો છે. અને (પ્ર. 18/3માં) સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગની પેઠે કુપાત્રનો તત્કાળ ત્યાગ કરવો. અને (પ્ર. 53માં તથા છે. 21/3માં) પંચ વર્તમાનમાંથી કોઈ વર્તમાનનો ભંગ કરે તેનો અવગુણ લેવો. અને (પ્ર. 77ના 1/2 પહેલા પ્રશ્નમાં) ધર્મભંગની વાત કરે તેને અધર્મી, વિમુખ, ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર કહ્યો છે અને (છે. 1 ના 2/3 બીજા પ્રશ્નમાં) શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કહ્યું છે; તેમાં શ્લોક (189)માં :‘न द्रव्य संग्रह: कार्य: कारणीयो न केनचित्’અમારા આશ્રિત ત્યાગીએ દ્રવ્ય રાખવું-રખાવવું નહિ. શ્લોક (207)માં:–‘बहिर्भूता इति ज्ञेयं स्त्रीपुसै: सांप्रदायिकै:’અમારા કહેલા ધર્મમાં યથાર્થ વર્તનારા એવા જનોએ જે અમારા કહ્યા પ્રમાણે નહિ વર્તનારા તેમને, અમારા સંપ્રદાયથી બહાર જાણવા. માટે જે દ્રવ્ય રાખે વા રખાવે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ. તે એવા ભેખધારીના મુખ થકી કથા સાંભળનાર ગૃહસ્થ ચાંદ્રાયણ કરે ત્યારે શુદ્ધ થાય. || 36 ||
|| ——-x——- ||
[/raw]