સંવત 1876ના પોષ સુદિ 6 છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઊગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) કોઈ વિષયમાં પણ પોતાનાં ઇંદ્રિયો તણાતાં ન હોય, ને અંત:કરણમાં પણ ખોટા ઘાટ થાતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે; તો પણ અપૂર્ણપણું રહે છે, ને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશે દૃઢ છે તો ય પણ હૈયામાં અતિશે આનંદ આવતો નથી જે હું ધન્ય છું, ને હું કૃતાર્થ થયો છું, ને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થાતા ફરે છે, અને ત્રિવિધ તાપમાં રાત્ય-દિવસ બળે છે ને મુને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે, ને કામક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે, અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે, માટે મારું મોટું ભાગ્ય છે, એવો વિચાર નથી કરતો, ને આઠે પહોર અતિશે આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય, તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરૂષોત્તમ મળ્યા છે ને તેનો અંતરમાં આઠે પહોર કેફ રહેતો નથી જે, મારું પૂર્ણકામપણું થયું છે એવું નથી સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ્ય છે.(બા.૫)
અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તો ય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવો તેવો છે તો ય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા.(બા.૬)
ઇતિ વચનામૃતમ્ || 24 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એકરસ ચૈતન્ય ભાસે છે ને એ ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ભાસે છે. (1) અને એવી સ્થિતિ અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી થાય છે. (2) અને અમારો મહિમા જણાય તેના હૃદયમાં પ્રકાશ થાય છે, ને પ્રણવ ને નાદ સંભળાય છે, ને ભૂંડા ઘાટ ટળી જાય છે. (3) અને અમારે વિષે જે જે દોષ કલ્પે તે એને દુ:ખ દે છે. અને અમને નિર્દોષ જાણે તે નિર્દોષ થઈ જાય છે. (4) બીજામાં જેનું મન સ્થિર થયું હોય ને અમારો નિશ્ચય પણ દૃઢ હોય તો પણ તેના હૈયામાં આનંદ આવતો નથી તે મોટી ખોટ્ય છે. (5) અને કોઈ હરિજનનો દોષ દેખવામાં આવે, ત્યારે એનો ભારે સંસ્કાર છે તો સત્સંગ મળ્યો છે એમ ગુણ લેવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (6) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં પ્રકૃતિપુરુષથી પર જ્ઞાન કહ્યું તે પર જ્ઞાન કેવી રીતે જાણવું?
ઉ.૧ શ્રીજીમહારાજને જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂર્તિમાન મૂળઅક્ષરકોટીથી પર ને એ સર્વેના કર્તા ને એ સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા થકા અતિશે નિર્લેપ, નિર્વિકાર ને અતિશે અસંગી ને એ સર્વેથી જુદા જાણે, અને પોતાના ધામને વિષે પોતાના સાર્ધમ્યપણાને પામ્યા એવા જે પોતાના મુક્ત તેમને સુખદાતા, ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે, ને શ્રીજીમહારાજના તેજરૂપ જે પોતાનો આત્મા તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને સાક્ષાત્કાર દેખે તે જ્ઞાન પ્રકૃતિપુરુષથી પર કહેવાય. અને તે મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવાય તે સ્થિતિ જાણવી.
પ્ર.૨ એકરસ ચૈતન્ય ભાસે છે એમ કહ્યું તે એકરસ ચૈતન્ય તે શું જાણવું?
ઉ.૨ શ્રીજીમહારાજના તેજને એકરસ ચૈતન્ય કહ્યું છે તેને દેખે છે.
પ્ર.૩ ક્યારેક એકલો પ્રકાશ દેખાય ને મૂર્તિ ન દેખાય એમ કહ્યું તેનો શો હેતુ હશે?
ઉ.૩ જ્યાં સુધી સિદ્ધદશા પરિપક્વ ન થઈ હોય ત્યાં સુધી કોઈક વખતે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાના આત્માને વિષે મૂર્તિ દેખાય, ને કોઈ વખત ન દેખાય અને જ્યારે પરિપક્વ સિદ્ધદશા જેવી (કા. 7ના 4/5 ચોથા પ્રશ્નમાં) કહી છે તેવી દૃઢ થાય ત્યારે મૂર્તિ સદાય દેખાય.
પ્ર.૪ (ત્રીજી બાબતમાં) પ્રકાશ, પ્રણવ ને નાદ કહ્યો તે શો સમજવો?
ઉ.૪ શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ છૂટે છે તેના ઝણઝણાટ જુદા જુદા શબ્દ થાય છે તે શબ્દને પ્રણવ કહ્યો છે અને તે પ્રણવનો ઘોષ થાય છે, તે ઘોષને નાદ કહ્યો છે. અને એ તેજને પ્રકાશ કહ્યો છે.
પ્ર.૫ (ચોથી બાબતમાં) અમારે વિષે દોષ દેખાય એમ કહ્યું, તે મનુષ્યરૂપે હતા ત્યારે તો દોષ જોનારાને દેખાય પણ આજ દોષ શી રીતે લેવાતા હશે?
ઉ.૫ શ્રીજીમહારાજનાં ચરિત્ર શાસ્ત્રમાંથી સાંભળીને સંશય કરે તે શ્રીજીમહારાજનો દોષ લીધો કહેવાય.
પ્ર.૬ (2/5 બીજા પ્રશ્નમાં) નારદ-સનકાદિક કહ્યા તે કોને જાણવા?