[raw]
ગઢડા પ્રથમ : ૨૦
સંવત 1876ના પોષ સુદિ 2 બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયો નખાવીને વિરાજતા હતા, અને ધોળી પાઘ માથે બાંધી હતી, ને તે પાઘને વિષે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને બે કાનને વિષે ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ને કથા વંચાવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા જે,
ત્યારે શુકમુનિએ આશંકા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 20 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અંતરવૃત્તિએ કરીને પોતે પોતાને ન જાણે ને ન જુએ તેને અતિશે અજ્ઞાની કહ્યો છે. (1) અને બીજામાં અમારો પ્રતાપ વિચારીને અંર્તદૃષ્ટિ કરે તે પોતાના સ્વરૂપને પ્રકાશમાન દેખે અને તેને મધ્યે અમને પ્રત્યક્ષ દેખે છે અને નારદ-સનકાદિક જેવો એટલે અમારા સિદ્ધ મુક્ત જેવો સુખિયો થાય છે, એમ કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં જે અમારો પ્રતાપ વિચારીને અંતરવૃત્તિ કરે તે પોતાના સ્વરૂપને દેખે છે, ને તેને વિષે અમારી મૂર્તિને પણ દેખે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે અંર્તદૃષ્ટિ તે શું? અને જીવાત્માને વિષે તો શ્રીજીમહારાજ અન્વયપણે અંતર્યામીરૂપે રહ્યા છે, ને વ્યતિરેક મૂર્તિ તો અક્ષરકોટીથી પર પોતાના તેજરૂપ અક્ષરધામને વિષે રહી છે. તે જીવાત્માને વિષે શી રીતે દેખાય?
ઉ.૧ દેહભાવ ભૂલીને પોતાના ચૈતન્યને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ, તે રૂપ માનીને તે આત્માકારે વૃત્તિ કરીને તેમાં શ્રીજીમહારાજની મૂર્તિને ધારે, તે અંર્તદૃષ્ટિ કહેવાય અને સાધુનો સમાગમ કરીને, શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને, પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને, શ્રીજીમહારાજ મનુષ્યરૂપે દર્શન આપતા હોય ત્યારે તે મનુષ્યરૂપ મૂર્તિને જીવાત્મામાં ધારે, અને મનુષ્યરૂપે ન દેખાતા હોય ત્યારે શ્રીજીમહારાજની પ્રતિમાને ધારે, ત્યારે તે જીવ મહાતેજરૂપ થાય. ને તે તેજમાં મૂર્તિને પ્રકાશમાન દેખે.
|| ——-x——- ||
[/raw]