[raw]
ગઢડા મધ્ય : ૨૭
સંવત 1879ના કાર્તિક સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલદાવદીના ધોળા ને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પાઘમાં બે કોરે તોરા લટકતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
(પ્ર.૨) એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી, અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે તે એ તમારા જીવમાં રહ્યો છે અને એવી રીતે કામ-ક્રોધાદિકને હઠાવે એવું જે જોર છે તે પૂર્વ જન્મનો સંસ્કાર છે અને તમારું એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જાતાં એના બંધનમાં રહેવાય નહિ; બંધન તોડીને નીકળાય ખરું.(બા.૧)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે, અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થાતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઇષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ, અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય, અને અમથી તો જો એક ગરીબ પણ દુબાણો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ભગવાન સર્વાંંતર્યામી છે તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે, માટે જેને અમે દુબ્યો તેના જ અંતરમાં વિરાજતા હશે, તો અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીએ, ને તેને કાંઈ જોઈતું હોય તે આપીએ પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ.(બા.૩)
અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશે ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે અને પૂર્વે જે જે અતિશે ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે, માટે અમે વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે, તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થાશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢુંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યાં જોઈએ, તુળસી લાવ્યાં જોઈએ, ભાજી-તરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ-બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યાં જોઈએ, માટે જે અતિશે ત્યાગ રાખીને ને અતિશે દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થાતી નથી, અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે તે સારુ અમે મંદિર કરાવ્યાં છે તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યાં છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ, માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે.(બા.૪)
ઇતિ વચનામૃતમ્ || 27 || (160)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં તથા બીજામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારું માહાત્મ્ય વિચારે તથા સંતનો માર્ગ વિચારે તો કામ-ક્રોધાદિકને હઠાવી દે, અને એ વિચાર ગુણથી પર છે અને એવો વિચાર પૂર્વના સંસ્કારે કરીને આવે છે તે વિચાર માયિક પદાર્થનું બંધન રહેવા દે નહિ. (1) ત્રીજામાં ભૂંડા દેશ-કાળાદિકને યોગે કરીને પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે તે મોટા પુરુષને રાજી કરે તો નડી શકે નહિ. (2) અને કોઈ ઉપર મલિન ઘાટ ન કરે તો મોટા પુરુષ રાજી થાય અને અમારા ભક્તને દુખવ્યા હોય તો રાજી કરવા. (3) અને ત્યાગનો પક્ષ મોળો પાડીને પોતપોતાના ધર્મમાં રહીને અમારી ભક્તિ-ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. (4) બાબતો છે.
પ્ર.૧ (2/1 બીજા પ્રશ્નમાં) મુક્તાનંદ સ્વામીને પ્રથમ માયિક પદાર્થની આંટીમાં આવી જવાય એમ કહ્યું તે મુક્તાનંદ સ્વામીને તો (મ. 62ના ત્રીજા પ્રશ્નમાં) દાસત્વ ભક્તિમાં ગોપાળાનંદ સ્વામીના જેવા જ કહ્યા છે તથા (કા. 3ના પહેલા પ્રશ્નમાં) શુકમુનિની પ્રશંસા કરી છે તેમાં પણ તેમને મુક્તાનંદ સ્વામીની ઉપમા દીધી છે માટે મુક્તાનંદ સ્વામી તો શ્રીજીમહારાજના હજૂરી મુક્ત હતા તે એવા મોટાને આવરણ થઈ જાય એમ કહ્યું તેનું શું કારણ હશે?
ઉ.૧ શ્રીજીમહારાજનો મહિમા તથા સંતનો માર્ગ વિચારે તેને કદાપિ માયિક પદાર્થના બંધનમાં આવી જવાયું હોય તો તેનું બંધન તોડીને નીકળી જવાય એમ મુક્તાનંદ સ્વામીના ઉદ્દેશે કરીને સાધનિકને સમજાવવા સારુ કહ્યું છે. પણ મુક્તાનંદ સ્વામીને બંધન થાય એમ ન સમજવું.
પ્ર.૨ ત્રીજા પ્રશ્નમાં જય-વિજય પડ્યા તે ધામ તો આ પૃથ્વીના ગોળાની અંદર છે ત્યાં કાળ-કર્મ-માયા નથી એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૨ જેવા પ્રહ્લાદજીને દેશ, કાળ, માયા અશુભ હતા તેવા અશુભ વૈકુંઠમાં નથી એમ કહ્યું છે પણ શુભ દેશાદિક તો છે, તે આ બાબતમાં જ જય-વિજયને દેશકાળાદિક શુભ હતા એમ કહ્યું છે અને માયા નથી એમ કહ્યું છે તે ત્યાં કપટરૂપ માયા નથી એમ કહ્યું છે.
પ્ર.૩ (3/4 ત્રીજા પ્રશ્નમાં) ઉપાસક પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ એમ કહ્યું તે કેવી ઉપાસનાવાળો હોય તે ધર્મથી ભ્રષ્ટ ન થાય?
ઉ.૩ શ્રીજીમહારાજને સદાય સાકાર ને અક્ષરાદિક સર્વેથી પર ને સર્વેના કર્તા, નિયંતા ને પોતાના આત્માને વિષે સદાય વિરાજમાન છે એવી રીતે સદા સર્વત્ર પ્રત્યક્ષ જાણે ને દેખે તો તે ધર્મમાંથી ન પડે.
|| ——-x——- ||
[/raw]