[raw]
ગઢડા મધ્ય : ૧૪
સંવત 1878ના ભાદરવા સુદિ 1 પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો, ને તે ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું, અને સુંદર કુંકુમનો ચાંદલો ભાલને વિષે વિરાજમાન હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 14 || (147)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, નિરુત્થાનપણે અમારો નિશ્ચય હોય તે જ તદાત્મકપણું છે ને એ જ નિર્વિકલ્પ સમાધિ છે, ને એ સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે, ને એવા અડગ નિશ્ચયવાળા નિવૃત્તિ માર્ગને વિષે અથવા પ્રવૃત્તિ માર્ગને વિષે વર્તે તો પણ તે નિર્ગુણ જ છે. (1) અને જેને આવો નિશ્ચય ન હોય ને તે નિવૃત્તિ માર્ગમાં પ્રર્વત્યા હોય તો પણ તે સગુણ ને અજ્ઞાની છે ને નરકમાં જાશે. (2) બાબતો છે.
પ્ર.૧ અમારા સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગે નહિ તેને શ્રીજીએ તદાત્મકપણું કહ્યું તે નિશ્ચય કેવી રીતનો જાણવો?
ઉ.૧ (મ. 13માં) શ્રીજીમહારાજે વાત કરી હતી એવી રીતે જેની ઇંદ્રિયોની વૃત્તિ પાછી વળીને હૃદયને વિષે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખે, એવા નિશ્ચયને તદાત્મકપણું કહ્યું છે; ને તેને જ નિર્વિકલ્પ સમાધિ કહી છે. અને એવી રીતે મહાતેજરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિને દેખે તે સંતને નિર્ગુણ બ્રહ્મ કહ્યા છે. તે મુક્ત આ પૃથ્વીને વિષે નિવૃત્તિ માર્ગમાં એટલે ત્યાગીના આશ્રમમાં અને પ્રવૃત્તિ માર્ગમાં એટલે ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તો પણ નિર્ગુણ જ છે.
પ્ર.૨ પહેલી બાબતમાં એ સંતનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ જ છે એમ કહ્યું ને બીજીમાં અંતે નિર્ગુણપણાને પામશે એમ કહ્યું તેનું શું કારણ હશે? અને ભૂંડી ગતિ નહિ થાય તે શું સમજવું?
ઉ.૨ પહેલી બાબતમાં સ્થિતિએ સહિત નિશ્ચયવાળાને નિર્ગુણ બ્રહ્મ કહ્યા છે, અને બીજી બાબતમાં જ્ઞાને કરીને નિશ્ચય કર્યો હોય પણ સ્થિતિ ન થઈ હોય તેની વાત કહી છે તે જેને સ્થિતિએ સહિત નિશ્ચય ન હોય તેને ખોટ રહી જાય તે ખોટ કઈ તો મહાતેજરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારતો હોય તેમાં માયિક સંકલ્પ કોઈક વખતે સ્ફુરી આવે ને વિક્ષેપ કરે એટલી જ ખોટ કહી છે. એને શ્રીજીમહારાજનો વિયોગ થાય ને ફેર જન્મ ધરવો પડે તેવી ભૂંડી ગતિ નહિ થાય; એનું દેહને અંતે કલ્યાણ થાશે એમ કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]