[raw]
ગઢડા પ્રથમ : ૩
સંવત 1876ના માગશર સુદિ 6 છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 3 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ અમારી તથા અમારા અવતારોની લીલા સંભારી રાખવી, અને સાધુ, બ્રહ્મચારી તથા સત્સંગી સાથે હેત રાખવું.(1) બાબત છે.
પ્ર.૧ અંત:કરણમાં મૂર્તિ દેખાય અને જીવમાં દેખાય તેનું શું લક્ષણ હશે?
ઉ.૧ હૃદયને વિષે મૂર્તિ મનુષ્યના જેવી દેખાય પણ તેજોમય ન દેખાય અને નખથી શિખા સુધી સમગ્ર ન દેખાય; ચરણ સામું જુએ તો મુખારવિંદ ન દેખાય ને મુખારવિંદ સામું જુએ તો ચરણ ન દેખાય, એવી રીતે ધ્યાન થાય તે અંત:કરણમાં દેખી કહેવાય. અને તેજોમય ને સમગ્ર મૂર્તિ દેખાય તે જીવમાં દેખી કહેવાય.
પ્ર.૨ મૂર્તિ અખંડ દેખતો હોય તેને લીલા સંભારી રાખવામાં શું વિશેષ છે?
ઉ.૨ આત્માને વિષે મૂર્તિ દેખે તેને લીલા સંભારી રાખવાનું કહ્યું નથી, પણ અંત:કરણમાં મૂર્તિ દેખાતી હોય ત્યાં સુધી મૂર્તિ ભૂલી જવાનો સંભવ છે, માટે લીલા સંભારે તો મૂર્તિ સાંભરી આવે.
પ્ર.૩ અવતારોની લીલા સંભારી રાખવી એમ કહ્યું તે અવતાર કિયા જાણવા?
ઉ.૩ શ્રીજીમહારાજની સાથે આવેલા સિદ્ધ મુક્તોને આ ઠેકાણે અવતાર કહ્યા છે તે મુક્તોની લીલા શ્રીજીમહારાજના સંબંધવાળી હોય તેથી તેમની લીલા સંભારવાથી શ્રીજીમહારાજની મૂર્તિ સાંભરી આવે એમ કહ્યું છે. અને સાધનદશાવાળા એકાંતિકને આ ઠેકાણે સાધુ, બ્રહ્મચારી, સત્સંગી કહ્યા છે. તે સિદ્ધ મુક્તનું લક્ષણ (વ. 3ના ત્રીજા પ્રશ્નોત્તરમાં તથા જે. 1ના આઠમા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે.
પ્ર.૪ સિદ્ધદશાવાળા મુક્તોને શ્રીજીમહારાજના અવતાર કહો છો તે કિયા વચનામૃતમાં છે?
ઉ.૪ (પ્ર. 33ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવના કલ્યાણને અર્થે અમે નારદ-સનકાદિકરૂપે વર્તીએ છીએ; માટે મુક્ત અવતાર છે.
|| ——-x——- ||
[/raw]