સંવત 1876ના પોષ સુદિ 7 સપ્તમીને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને ધોળો ફેંટો બાંધ્યો હતો, ને આથમણે પરથારે ઊગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 25 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય, મહિમા ને આત્મનિષ્ઠા એ ત્રણે ન હોય તેને એકલા સાધનથી કૃતાર્થપણું મનાતું નથી ને એ ત્રણનું બળ હોય તેને પૂર્ણકામ ને કૃતાર્થપણું મનાય છે. (1) અને સમાધિના બે પ્રકાર કહ્યા છે. (2) બાબતો છે.
પ્ર.૧ (પહેલી બાબતમાં) નિશ્ચય કહ્યો તે કેવો જાણવો?
ઉ.૧ પુરુષ, કાળ, બ્રહ્મ, અક્ષર તથા મુક્ત એ સર્વેથી શ્રીજીમહારાજને પર, સદા સાકાર, સર્વેના કર્તા, નિયંતા, ને સર્વેના અંતર્યામી જાણવા, તે નિશ્ચય કહેવાય.
પ્ર.૨ શ્રીજીમહારાજનો મહિમા કહ્યો તે કેવો જાણવો?
ઉ.૨ શ્રીજીમહારાજ જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂળઅક્ષરકોટીથી પર છે, ને સદા સાકાર મૂર્તિ છે, ને સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પોતાના તેજરૂપ અક્ષરધામમાં વ્યતિરેકપણે રહ્યા છે, એવો મહિમા જાણે તે મહિમા જાણ્યો કહેવાય.
પ્ર.૩ જીવાત્માને બ્રહ્મરૂપ માનવો એમ કહ્યું તે બ્રહ્મરૂપ એટલે કેવો માનવો?
ઉ.૩ બ્રહ્મરૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ માનવો તે બ્રહ્મરૂપ માન્યો કહેવાય.
પ્ર.૪ (પહેલી બાબતમાં) નાદ સંભળાય છે, ને પ્રકાશ દેખાય છે એમ કહ્યું તે કોનો હશે?
ઉ.૪ જેના જેના સ્થાનકને વિષે જાય તે તે સ્થાનના અધિપતિના તેજમાંથી ધ્વનિ થાય છે તેને આ ઠેકાણે નાદ કહ્યો છે અને પ્રકાશ પણ તે તે સ્થાનોના અધિપતિઓનો છે, તે દેખે છે.
પ્ર.૫ (બીજી બાબતમાં) સાક્ષાત્ પુરૂષોત્તમ મળ્યા છે એમ કહ્યું, તે સાક્ષાત્ મળ્યા ક્યારે કહેવાય?
ઉ.૫ શ્રીજીમહારાજ મનુષ્યરૂપે દર્શન દેતા હોય ત્યારે ધામમાં જે મૂર્તિ છે તે જ આ મૂર્તિ છે એમ જાણે, અને પ્રતિમારૂપે દર્શન આપતા હોય ત્યારે તે પ્રતિમાને ધામમાં મૂર્તિ છે તે જ જાણે, ને આજ્ઞામાં રહીને ભક્તિ કરે તો સાક્ષાત્ મળ્યા કહેવાય.
પ્ર.૬ છકી જાવું નહિ એમ કહ્યું તે કેમ વર્તે તો છકી ગયો કહેવાય?
ઉ.૬ શ્રીજીમહારાજના જ્ઞાનનો ને મહિમાનો ઓથ લઈને વર્તમાનમાં ફેર પાડે ને સત્સંગના ધોરણ પ્રમાણે ન વર્તે, ને બીજાથી પોતાને અધિક માને, તે છકી ગયો કહેવાય. તેને પ્રથમ શ્રીજીમહારાજની કાંઈક કૃપા થઈ હોય તેણે કરીને કાંઈક શુભ ગુણ પ્રાપ્ત થયા હોય તે જતા રહે ને ઊલટો શ્રીજીમહારાજનો કોપ થાય.