[raw]
ગઢડા પ્રથમ : ૩૨
સંવત 1876ના પોષ વદ 3 ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને ધોળી ચાદર ઓઢી હતી, ને લલાટને વિષે કેસરની આડ કરી હતી, ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને કીર્તન ગવાતાં હતાં.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે,
(પ્ર.૨) જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, ને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ ને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, હે મહારાજ! ભગવાનની કથા-કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ,(બા.૧)
ને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી.(બા.૨)
તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.
અને વળી તે ને તે દિવસ બપોર નમતે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબાર વચ્ચે લીંબડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રી વાસુદેવનારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા, ને મુનિ કીર્તન બોલતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે તો પ્રશ્ન-ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૪) કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, યુક્તિ તો એમ છે જે, અંત:કરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંત:કરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન-સ્મરણ સુખે થાય, ને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંત:કરણ ડોળાઈ જાય, ને ઘાટ-સંકલ્પ ઘણા થાય ને ભજન-સ્મરણ સુખે થાય નહિ. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંત:કરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા ને જે સમે સત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ, ને શૂન્ય સરખુ વર્તે, તેમાં ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમે પણ ભગવાનનું ધ્યાન કરવું નહિ, ને તે સમે તો એમ જાણવું જે, હું તો સંકલ્પ થકી જુદો છું ને આત્મા છું ને એ સંકલ્પનો જાણનારો છું, ને મારે વિષે અંતર્યામીરૂપે આ પુરૂષોત્તમ ભગવાન સદા કાળ વિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહિ, કેમ જે અંત:કરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા બાળકનો રમાડનાર તેવું છે, ને એ અંત:કરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંત:કરણના ઘાટને જોઈને કચવાઈ જાવું નહિ, ને અંત:કરણના ઘાટને માનવા પણ નહિ, ને પોતાને ને અંત:કરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 32 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલા તથા બીજામાં અમારી કથા-કીર્તન આદિકના વિષયી થવું. (1) અને અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું. (2) ત્રીજા તથા ચોથામાં સત્વગુણ વર્તે, ત્યારે અંતર્વૃત્તિએ અમારું ધ્યાન કરવું, પણ રજ-તમ વર્તતા હોય ત્યારે ન કરવું, ને રજોગુણ વર્તે ત્યારે અંત:કરણથી પોતાના આત્માને જુદો માનીને અમારું ભજન કરવું ને ઘાટથી કચવાવું નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ વચનામૃતોમાં ઘણે ઠેકાણે નારદ-સનકાદિક કહ્યા છે તેમાં કિયામાં પરોક્ષ નારદાદિકને કહ્યા હશે? અને કિયામાં શ્રીજીમહારાજના મુક્તને કહ્યા હશે?
ઉ.૧ (પ્ર. 20ના બીજા પ્રશ્નમાં,24ના 2/5 બીજા પ્રશ્નમાં,33ના પહેલા પ્રશ્નમાં,68ના ચોથા પ્રશ્નમાં,પં.ના 7/2માં,મ. 2માં, 47/2 તથા 62ના બીજા પ્રશ્નમાં,અ. 1ના પહેલા પ્રશ્નમાં,જે. 4ના 2/5 બીજા પ્રશ્નમાં,છે. 10 એમાં) શ્રીજીમહારાજે પોતાના સિદ્ધ મુક્તોને નારદ-સનકાદિક નામે કહ્યા છે. અને (પ્ર. 18/1. 4માં, 32ના પહેલા પ્રશ્નમાં,40ના પહેલા પ્રશ્નમાં,63ના બીજા પ્રશ્નમાં,લો. 13ના બીજા પ્રશ્નમાં,મ. 5/2માં,9/5માં, 13/3માં,14/1માં ,18માં,27ના 3/2 ત્રીજા પ્રશ્નમાં,છે. 3/1માં,21/1માં,22ના બીજા પ્રશ્નમાં એમાં) પરોક્ષ નારદ-સનકાદિકને કહ્યા છે. અને(પ્ર. 23ના પહેલા પ્રશ્નમાં,34ના 1/2 પહેલા પ્રશ્નમાં,37/2માં ,કા. 10ના પહેલા પ્રશ્નમાં,લો. 15ના 6/7 છઠ્ઠા પ્રશ્નમાં,મ. 19/2માં,34ના પહેલા પ્રશ્નમાં, 51ના બીજા પ્રશ્નમાં,વ. 2/2માં, 20માં,છે. 39/1 એમાં) પરોક્ષ નારદને કહ્યા છે. અને (પ્ર. 45માં,મ. 20ના 1/2 પહેલા પ્રશ્નમાં,21ના 1/3 પહેલા પ્રશ્નમાં,47/2માં,છે. 39/3 એમાં) પરોક્ષ નારદ-સનકાદિક, શુકજીને કહ્યા છે.
પ્ર.૨ (બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું, એમ શ્રીજીમહારાજે કહ્યું તે મૂર્તિ તો એક જ છે ને માળાનું ને ખીલાનું બે દૃષ્ટાંત દીધાં તેનું શું કારણ હશે?
ઉ.૨ જેમ પશુ ખીલે બંધાય છે તે ખીલાને મૂકીને ક્યાંય જતું નથી ને રજ્જુએ બંધાયા છતાં ખીલાને સન્મુખ જ રહે છે, તેમ શ્રીજીમહારાજના ભક્ત પ્રેમવૃત્તિએ કરીને શ્રીજીમહારાજને સન્મુખ રહીને કથા-વાર્તા, ખાવું-પીવું એ આદિ સર્વ ક્રિયા કરે તેમાં ક્ષણવાર મૂર્તિનો વિયોગ ન થાય; સર્વ ક્રિયા મૂર્તિને સન્મુખ રહીને જ કરે, એવી સ્થિતિને ખીલાને દૃષ્ટાંતે કહી છે; તે સ્થિતિ પરમ એકાંતિક મુક્તની છે. અને જેમ પક્ષી માળામાં રહીને બોલે, જુએ તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન રહીને જ સર્વ ક્રિયા કરે પણ મૂર્તિથી બહાર આવે જ નહિ, એવી સ્થિતિને માળાને દૃષ્ટાંતે કહી છે તે અનાદિમુક્તની સ્થિતિ છે. તેમાં જેવી સ્થિતિ પ્રમાણે સાધનકાળમાં વર્તે તેવી સ્થિતિ અંતે પામે.
|| ——-x——- ||
[/raw]