[raw]
ગઢડા પ્રથમ : ૧૬
સંવત 1876ના માગશર વદિ 4 ચોથને દિવસે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 16 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે પોતાના અવગુણનો ત્યાગ કરીને, અમારો તથા અમારા ભક્તનો ગુણ ગ્રહણ કરે, ને અમારા તથા અમારા સંતના વચનમાં વર્તે, ને આત્મારૂપે વર્તે, ને બંધનકારી પદાર્થ તથા કુસંગથી છેટે રહે, ને સવળા વિચારને ગ્રહણ કરે તે વિવેકી છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ આમાં સંતમાં ને સત્સંગીમાં અવગુણ ભાસે તો પણ ન લેવો એમ કહ્યું, અને (પ્ર. 53માં ને છે. 21/3માં) મોટા વર્તમાનમાં ચૂકે તો અવગુણ લેવો એમ કહ્યું છે. તે કેમ સમજવું?
ઉ.૧ જે દોષનાં પ્રાયશ્ચિત્ત કરવાનાં કહ્યાં છે તે માંહેલો દોષ હોય તેનો અવગુણ લે તે અવગુણ લીધો ન કહેવાય. પણ જેનું પ્રાયશ્ચિત્ત ન કરવું પડે એવા સ્વાભાવિક અલ્પદોષ દેખાય તેનો અવગુણ ન લેવો એમ કહ્યું છે.
પ્ર.૨ સંતનું વચન સત્ય માનવાનું કહ્યું, તેમાં કોઈ સંશય કરવા જેવું હશે કે કેમ?
ઉ.૨ એનો ખુલાસો આમાં જ કરેલો છે, જે દેહાદિકને અસત્ય કહે ને આત્માને સત્ય કહે એમાં સંશય ન કરવો; અને પોતાના ઇષ્ટદેવની તથા મંદિરોની સેવા બતાવે તે શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે શક્તિ અનુસારે હેતે સહિત કરવી, પણ શ્રદ્ધાથી અધિક વચન માનવું નહિ. અને માંદાને ખાવાપીવાનું તથા યોગ્ય ઔષધ માગે તો શ્રદ્ધા પ્રમાણે આપવું પણ રોકડો પૈસો ન આપવો અને વસ્ત્ર ઓઢાડવાની ઇચ્છા હોય ત્યારે વસ્ત્ર લાવીને આપવું પણ તે નિમિત્ત રોકડા પૈસા ન આપવા. અને શ્રીજીમહારાજે ત્યાગી તથા ગૃહસ્થને શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત, જનશિક્ષા, બૃહદ્ધર્મ એ આદિકમાં જે જે આજ્ઞાઓ કરી છે તેને ઘસારો આવતો હોય એવું વચન કહે તે માનવું નહિ.
પ્ર.૩ સવળા વિચારને ગ્રહણ કરવો ને અવળાનો ત્યાગ કરવો એમ કહ્યું; તે વિચાર કિયા?
ઉ.૩ શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય તે અવળા વિચારનો ત્યાગ કરવો, અને પંચવિષયનો અભાવ કરવો, તપ કરવું, ત્યાગ કરવો, ધર્મ પાળવો, ભક્તિ કરવી તથા ધ્યાન-ભજન કરવું તે સંબંધી જે સંકલ્પ થાય તે સવળા વિચારને ગ્રહણ કરવા.
|| ——-x——- ||
[/raw]