સંવત 1876ના માગશર વદિ 6 છઠને દિવસ રાત્રિ પાછલી પોહોર એક બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજશ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં.
પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, એક વાત કહીએ તે સાંભળો: એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 18 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ઇંદ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંત:કરણ શુદ્ધ થાય ને અંત:કરણ શુદ્ધ થાય તો અખંડ અમારી સ્મૃતિ રહે. (1) અને સત્પુરુષનો સંગ કરવો. (2) અને કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો. (3) અને અમારો વાદ લેશે તેનું જરૂર ભૂંડું થાશે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે.
પ્ર.૧ ત્રીજી બાબતમાં જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય તે અંગ કાપી નાખે તો પંડે કુશળ રહે, એમ કહ્યું તે અંગને ઠેકાણે શું જાણવું? અને પંડને ઠેકાણે શું જાણવું?
ઉ.૧ પંડ એટલે શરીર તેને ઠેકાણે સત્સંગ-સમુદાય જાણવો, અને સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગને ઠેકાણે કુપાત્ર માણસ જાણવો. તે કુપાત્ર માણસને સત્સંગ બહાર કાઢે તો સત્સંગ સમુદાયરૂપી પંડ કુશળ રહે.
પ્ર.૨ કુપાત્ર માણસને સત્સંગમાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી તે કોને માથે જાણવી?
ઉ.૨ જેના ઘરમાં જે મુખિયો હોય તે પોતાના ઘરના માણસોનો નિયંતા છે, તેને પોતાના ઘરના માણસોને ધર્મમાં વર્તાવવાં ને પોતાને ધર્મમાં વર્તવું તે આજ્ઞા છે; અને ગામના હરિજનોને ધર્મમાં વર્તાવવાં તે ગામમાં મુખિયા હરિજન ધર્મવાળા હોય તેમને માથે છે, ને સર્વે હરિજનોએ પણ મોટેરા હરિજનનું માનીને ધર્મમાં વર્તવું, અને જે હરિજન ધર્મમાં ન વર્તે તેને ધર્મનિષ્ઠ મોટેરા હરિજનોએ સત્સંગ બહાર કરવો, અને સાધુના મંડળમાં જે મુખિયો સાધુ હોય તેણે પોતાના શિષ્યોને ધર્મમાં વર્તાવવા અને જે ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો, ને ગુરુ ધર્મમાં ન વર્તે તો શિષ્યોએ તેનો ત્યાગ કરવો; અને શિખરબંધ મંદિરોના નિયંતા ધર્મનિષ્ઠ મહંત મંદિરના અધિકારી છે તેણે ધર્મમાં વર્તવું, ને મંદિરના માણસોને ધર્મમાં વર્તાવવાં, ને ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો, અને આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને જે ધર્મનિષ્ઠ હોય તેને મંદિરનો અધિકાર સોંપવો, અને અધિકારીની વર્તણૂંક શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ જણાય, તો તેને પણ અધિકારથી દૂર કરવો, અને આચાર્યપદ આપવું તે પણ આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને આચાર્યના પુત્રમાંથી અથવા ધર્મકુળમાંથી ધર્મવાળા હોય ને ધર્મ પાળી પળાવી શકે એવા હોય, તેને શ્રીજીમહારાજે બે ગાદીઓ નિર્માણ કરેલી છે, તે ગાદી ઉપર આચાર્ય નીમવાનું શ્રીજીમહારાજે લેખમાં કહ્યું છે અને આચાર્યના દીકરા હોય તેમાં ગાદીને લાયક ન હોય તો ધર્મકુળમાંથી જે લાયક હોય તેને આચાર્ય, સાધુ તથા સત્સંગીઓએ મળીને આચાર્યપદ આપવું તે (અ. 3/4 ત્રીજામાં) સાધુ અને સત્સંગીઓને ભલામણ કરી છે, જે આચાર્યને કોઈક એક જણના કહેવાથી કોઈ કામ કરવા દેવું નહિ, તેમાં શ્રીજીમહારાજનો ઘણો રાજીપો છે; અને જો કરવા દે તો ઘણું દુ:ખ આવે. અને આચાર્યે પણ ધર્મમાં વર્તવું અને ત્યાગી-ગૃહી સર્વને ધર્મમાં વર્તાવવા ને જે ધર્મમાં ન વર્તે તેને સત્સંગમાંથી દૂર કરવો અને આચાર્ય તથા ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગી બાઈ-ભાઈ તેમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ વર્તે તેને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તનારાઓએ ન માનવા. આ અમારે મુખે શ્રીજીમહારાજ બોલ્યા છે એમ જાણજ્યો.
પ્ર.૩ ભૂતનો કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે એમ કહ્યું, તે સડેલ અંગવાળાને કહ્યું કે કેને કહ્યું તે સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો?
ઉ.૩ કુપાત્ર માણસને સત્સંગ બહાર ન કાઢે એવા ઉપર કહ્યા તે સર્વ અધિકારીઓને ભૂતનો કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે. એ દંડ દીધો છે અને એમણે જે ભક્તિ કરી હશે તેનું ફળ રઝળતાં રઝળતાં મળશે, એટલે જ્યારે ભૂતના કે બ્રહ્મરાક્ષસના દેહનો અંત આવે, ત્યારે પણ આહાર શુદ્ધ કરશે ને કુસંગીના સંગનો તથા કુપાત્ર માણસનો ત્યાગ કરશે ત્યારે કલ્યાણ કરીશું એમ કહ્યું છે, માટે ત્યાગી હોય તેમણે ધર્મ પાળવો ને ધર્મવાળો સાધુ હોય તેની જ પાસે સેવા કરાવવી, પણ કુપાત્ર એટલે ધન-સ્ત્રી આદિકનો પ્રસંગ હોય તેને સેવામાં ન રાખવો ને શિષ્યે પણ ધન-સ્ત્રી આદિકના પ્રસંગવાળા ગુરુને સેવવા નહિ; ધર્મવાળાને જ સેવવા. અને ગૃહસ્થ હોય તેમણે પણ વર્તમાન રહિત એવા કુપાત્ર માણસનો પ્રસંગ કોઈ પ્રકારે ન રાખવો. ને જે આચાર્ય હોય તેમણે તો સર્વથી વિશેષ ધર્મ પાળવો. અને જે કુપાત્ર છે તે તો જીવતાં જ ભૂત ને બ્રહ્મરાક્ષસ છે ને જીવે છે તો પણ મરેલો છે. અને કદાપિ સત્સંગમાં પડ્યો હોય તો પણ શબવત્ છે, તેને તો ભૂખ, દુ:ખ ને માર જ મળે પણ કલ્યાણ ન થાય.
ઉ.૪ શ્રીજીમહારાજ જ્યારે મુક્તભાવે બોલ્યા હોય ત્યારે, અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય, ને પોતે ભગવાનપણે બોલ્યા હોય, ત્યારે અમે જ ભગવાન છીએ એમ કહ્યું હોય પણ પોતે જ ભગવાન છે, અને અમે અનાદિમુક્ત છીએ એમ કહ્યું, તે અનાદિમુક્તના ભાવે બોલ્યા છે. અને અનાદિમુક્ત છે તે પરમએકાંતિક મુક્તથી અધિક છે, ને શ્રીજીમહારાજની મૂર્તિમાં સદાય રહે છે.
પ્ર.૫ શ્રીજીમહારાજે “અનાદિમુક્ત હું છું” એમ પોતાને કહ્યું અને (પ્ર. 32માં) નારદ-સનકાદિકને અનાદિમુક્ત કહ્યા છે અને તમે પણ (પ્ર. 5ના બીજા પ્રશ્નોત્તરમાં) શ્રીજીમહારાજના મુક્તને અનાદિ કહ્યા છે તે કેમ સમજવું?
ઉ.૫ સ્વસિદ્ધ અનાદિ તો જેને કોઈનો ઉપદેશ ન હોય, અને કોઈની ભક્તિ ન હોય, ને જે કોઈને આધીન ન હોય તેને જ કહેવાય, માટે આવા અનાદિ તો શ્રીજીમહારાજ એક જ છે. અને જે શ્રીજીમહારાજની મૂર્તિને વિષે રહ્યા હોય તેને પણ અનાદિ કહેવાય. જેમ શ્રીજીમહારાજ એક જ ભગવાન છે તો પણ તેમની સત્તા જેમાં આવેલી છે, તે સર્વે અવતારોને પણ શ્રીજીમહારાજને લઈને ભગવાન કહેવાય છે, તેમ જેને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકતા થાય, તેને શ્રીજીમહારાજને લઈને અનાદિ કહેવાય. અને જેમ મૂળઅક્ષરકોટી, બ્રહ્મકોટી તથા મૂળપુરુષકોટીને ભગવાન કહેવાય છે, તેમ જ તેમને વિષે એકતાને પામેલા તેમના ઉત્તમ ભક્તોને પણ અનાદિ કહેવાય. જેમ સરકાર એક જ છે પણ તેને લઈને બીજા અધિકારીઓને પણ સરકાર કહેવાય છે, તેમ ખરા અનાદિ ને ખરા ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે અને બીજા એમને લઈને કહેવાય છે.
પ્ર.૬ શ્રીજીમહારાજે કહ્યું જે અમારો વાદ ન લેવો તે કેવી રીતે વર્તે ત્યારે વાદ લીધો કહેવાય?
ઉ.૬ શ્રીજીમહારાજ જેમ જેને સમાસ થાય તેમ આચરણ તથા લીલાઓ કરતા તેમ ત્યાગી-ગૃહીએ ન કરવું, ત્યાગી-ગૃહીએ તો જેમ શ્રીજીમહારાજે પોતપોતાના ધર્મ કહ્યા છે તે પ્રમાણે વર્તવું, પણ શ્રીજીમહારાજ કરતા માટે આપણને શો બાધ છે, એમ જાણીને તેવી ક્રિયાનું આચરણ કરે તો તે વાદ લીધો કહેવાય.
7 thoughts on “Gadhada Pratham 18”