Gadhada Madhya 66

[raw]

ગઢડા મધ્ય : ૬૬

સંવત 1881ના પોષ વદિ 1 પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા, ને પીળા પુષ્પનો તોરો પાઘને વિષે વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને પોતાની આગળ સરોદા ને દુકડ લઈને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા.

તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહીને પ્રથમ આનંદાનંદ સ્વામીને પૂછતા હવા જે,

એમ કહીને પછી શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે,

પછી શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હવા જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે,

પછી ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજ પૂછતા હવા જે,

પછી શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હવા જે,

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 66 || (199)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૭) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે આ જન્મે અથવા જન્માંતરે અમારા મોટા ભક્તનો અપરાધ કર્યો હોય તેને હરિભક્તના દોષ સૂઝે, ને પોતાના ન સૂઝે. (1) બીજામાં અમારે આશ્રયે કરીને કલ્યાણ થાય છે ને ચાર સાધને કરીને અમારી પ્રસન્નતા થાય છે. (2) ત્રીજામાં જીવને નિરાકાર કહ્યો છે. (3) ચોથામાં જીવ જ્યારે અમારા ધામમાં જાય છે ત્યારે સાકાર થાય છે. (4) અને પાંચમામાં અમારી તથા અમારા મુક્તની કૃપાથી અષ્ટાંગયોગ ને આત્મદર્શનની સિદ્ધિ થાય છે. તે અષ્ટાંગયોગને વિષે ને આત્મદર્શનને વિષે વધુ લગની થાય તો અમારો તથા અમારા સંતનો મહિમા સમજીને અમારી ને અમારા સંતની સેવા કરવી, પણ અષ્ટાંગયોગને વિષે ને આત્મદર્શનને વિષે અમારા જેવી તથા અમારા ભક્તના જેવી લગની થવા દેવી નહિ. (5) છઠ્ઠામાં અમારા વિના બીજો પરચા-ચમત્કાર જણાવે તેમાં જેને પ્રતીતિ આવે તે યથાર્થ ભક્ત નથી. (6) અને સાતમામાં અમારી ને અમારા સંતની પ્રાપ્તિ થઈ હોય તેને અમારાં કથા-કીર્તન કરતાં દિવસ ને રાત્રિ વીતે, અને પોતાના જીવાત્માનું અમારા તેજ રૂપ જે બ્રહ્મ તે રૂપે દર્શન થાય છે, અને અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય છે, અને ધર્મમાં રહેવાય છે, અને દેહ મૂક્યા પછી અમારા જેવો જ સ્વતંત્ર થાય છે, ને અમારી અખંડ સેવામાં રહે છે. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply