Gadhada Madhya 65

[raw]

ગઢડા મધ્ય : ૬૫

સંવત 1881ના પોષ સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો ભગવાનની વાર્તા કરીએ ત્યારે તાળ-પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 65 || (198)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે જીવોના કલ્યાણ અર્થે પ્રગટ થઈએ છીએ ત્યારે અમારા ભક્તની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને ભોગવીએ છીએ તે જોઈને અખતર ડાહ્યા મનુષ્યો અમારે વિષે દોષ પરઠે છે, પણ બ્રહ્મસ્થિતિને પામેલા એવા જે આત્મદર્શી સાધુ તેમને પણ મોહ થતો નથી તો અમને તો મોહ હોય જ કેમ? અમે તો સદા નિર્લેપ છીએ. (1) અને કેવળ આત્મનિષ્ઠા ને વૈરાગ્યવાળાને કોઈ જાતનું બંધન તો ન થાય, પણ અમારી ભક્તિ ન હોય તો મોક્ષપયોગી નથી થતાં. (2) અમારે વિષે ભક્તિ હોય પણ જો એ બે ન હોય તો અમારા વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય, માટે એ ત્રણે હોય તે અમારા અનન્ય ભક્ત કહેવાય. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply