[raw]
ગઢડા મધ્ય : ૨૨
સંવત 1878ના ફાગણ વદિ 10 દશમીને દિવસ શ્રીજીમહારાજ અર્ધરાત્રિને સમે જાગ્યા, ને શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને તે સમે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા, પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી હતી.
ત્યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે,
પછી શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે,
અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંર્તદૃષ્ટિ રહેવા માંડી પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યાં અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારનાં વિમાન ને અનંત પ્રકારની અપ્સરા અને અનંત પ્રકારનાં વસ્ત્ર ને અનંત પ્રકારના અલંકાર, તે જેમ આંહીં ર્મત્યલોકને વિષે છે તેમ જ ત્યાં દેખાવા લાગ્યા, પણ અમારા અંતરમાં તો એક શ્રી નરનારાયણ વિના બીજું કાંઈ ગમ્યું નહિ, ને જેમ આંહીંના પંચવિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાણું નહિ તેમ જ દેવલોક-બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાણું નહિ તેને દેખીને દેવતા સર્વે અમારાં વખાણ કરવા મંડ્યા જે તમે શ્રી નરનારાયણના એકાંતિક ભક્ત ખરા, કેમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી. પછી તેમનાં વચન સાંભળીને અમારા હૈયાને વિષે સુધી હિંમત આવી પછી અમે મનને કહ્યું જે, તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂકા કરી નાખીશ, તેમ જ બુદ્ધિને કહ્યું જે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે? તેમ જ ચિત્તને કહ્યું જે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ, તેમ જ અહંકારને કહ્યું જે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમ જ દેવલોક-બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ, અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો; એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું. એમ શ્રીજીમહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ નારાયણ છે.(બા.૩)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કાંઈ બીજી મોટી પદવી નથી, જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવાં જે સંસારનાં સુખ તે સાધુને ઇચ્છવાં નહિ, કાં જે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ, સામગ્રીઓ લાવે છે તેમ એ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય-સામર્થીને પામે છે એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઇચ્છવું નહિ, અને જેમ હાથમાં ચિંતામણિ આવી ત્યારે તે ચિંતામણિને યત્ન કરીને રાખવી, કેમ જે જો હાથમાં ચિંતામણિ છે તો જે પદાર્થને ઇચ્છશે તે પદાર્થને આપશે તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણિને ઝાલી રાખવી, પણ તેને મૂકવી જ નહિ તો એને સર્વે વાતની સિદ્ધિ થાશે.(બા.૫)
ઇતિ વચનામૃતમ્ || 22 || (155)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે શૂરવીર ને કાયર ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (1) બીજામાં પોતાને મિષે કરીને પોતાના ભક્તને પ્રવૃત્તિ ટાળવાનો ઉપાય બતાવ્યો છે. (2) અને અક્ષરાદિક કોઈ ઐશ્વર્યમાં લોભાવું નહિ. (3) ત્રીજામાં પોતાના એકાંતિક ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (4) ને રાજા ને રાણીને દૃષ્ટાંતે પોતાના મુક્તોનો મહિમા પોતાના જેવો જ કહ્યો છે. (5) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી તથા કાંકરિયાની ચોરાશી કરી તે લીલાને પ્રવૃત્તિ કહી અને તેને ટાળી નાખવાનું કહ્યું અને (પ્ર. 3માં) લીલા સંભારી રાખવી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૧ (પ્ર. 3માં) અંતરમાં મૂર્તિ દેખાતી હોય તેને મૂર્તિ ભૂલી જવાય માટે લીલા સંભારી રાખવાનું કહ્યું છે અને આમાં આત્માને વિષે મૂર્તિ સિદ્ધ કરવાનો ઉપાય બતાવ્યો છે જે, અમારી લીલાને પણ વિસારી દઈને એકાંતમાં રહીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને તેને વિષે અમારી મૂર્તિ ધારીને મૂર્તિ સિદ્ધ કરો તો મુક્ત થવાય એમ કહ્યું છે.
પ્ર.૨ શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે, એમને પ્રવૃત્તિ વિસારી મૂકી એમ કહેવાનો શો હેતુ હશે?
ઉ.૨ પોતાને ઉદ્દેશે કરીને પોતાના ભક્તોને પ્રવૃત્તિ વિસારવાની રીત બતાવી છે.
પ્ર.૩ (2/3 બીજા પ્રશ્નમાં) દેવતા કહ્યા તે કિયા જાણવા? અને શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે તેમને દેવતાએ ભક્ત કેમ કહ્યા હશે?
ઉ.૩ આ ઠેકાણે ઇંદ્ર તથા બ્રહ્માને દેવતા કહ્યા છે. અને શ્રીજીમહારાજ એમના વૈભવમાં લોભાણા નહિ તેથી દેવોએ અનુમાન કર્યું જે આપણા વૈભવમાં લોભાતા નથી માટે ભગવાનના એકાંતિક ભક્ત હશે એમ જાણીને ભક્ત કહ્યા છે પણ ભગવાન છે એમ જાણી શક્યા નહિ.
પ્ર.૪ (3/4 ત્રીજા પ્રશ્નમાં) વાસના કહી તે વાસના કેટલા પ્રકારની હશે?
ઉ.૪ માયિક ભોગની ઇચ્છા તે માયિક વાસના છે; અને મૂળપુરુષ, બ્રહ્મ, મૂળઅક્ષર આદિકના ઐશ્વર્યની ઇચ્છા તે ઐશ્વર્યરૂપી વાસના છે. એ બે પ્રકારની વાસના છે તેને ટાળે ત્યારે સાધુ એટલે મુક્ત થાય, તેવા મુક્તને શ્રીજીમહારાજે રાણીને ઠેકાણે કહ્યા છે.
પ્ર.૫ (3/5 ત્રીજા પ્રશ્નમાં) અનંતકોટિ બ્રહ્માંડના પતિ બ્રહ્માદિક ભેટ-સામગ્રી લાવે છે ને અમારી તથા અમારા સાધુની પ્રાર્થના કરે છે એમ કહ્યું તે કિયા જાણવા?
ઉ.૫ આ ઠેકાણે મૂળપુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તેમને બ્રહ્માદિક ઈશ્વર કહ્યા છે.
પ્ર.૬ અમારા સાધુ જ્યારે અમારા અક્ષરધામને પામે છે ત્યારે અનંતકોટી બ્રહ્માંડના પતિઓ તેમની પ્રાર્થના કરે છે એમ શ્રીજીમહારાજે કહ્યું અને (સા. પ ના પહેલા પ્રશ્નોત્તરમાં) શ્રીજીમહારાજના મુક્ત વિના કોઈને શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી એમ કહ્યું છે તે જો સંબંધ ન હોય તો ભેટ તથા પ્રાર્થના શી રીતે કરતા હશે?
ઉ.૬ આમાં શ્રીજીમહારાજે પોતાના ભક્તની મોટ્યપ કહી છે જે, જેમ અમારી પ્રાર્થના સર્વે કરે છે તેમ જ અમારા મુક્તની પણ કરે છે, તે પ્રાર્થના આંહીં જ કરે છે પણ અક્ષરધામમાં જઈને કરે છે એમ નથી કહ્યું અને અક્ષરધામને અમારા સાધુ પામે છે એમ કહ્યું છે તે તો જ્યારે પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે તે અક્ષરધામને પામી રહ્યો છે માટે જ્યારે પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજનું દર્શન થાય ત્યારે અક્ષરાદિક પણ પ્રાર્થના કરે છે એમ સમજવું.
|| ——-x——- ||
[/raw]