[raw]
ગઢડા મધ્ય : ૫૯
સંવત 1881ના શ્રાવણ સુદિ 12 દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 59 || (192)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે તથા અમારા સંત કલ્યાણકારી છીએ અને અમારા સાધુ ભવ-બ્રહ્માદિક દેવથી અધિક છે અને અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થાય એ જ પરમ કલ્યાણ છે ને અમારા સંતની સેવા ને તેમાં હેત કરવાથી જીવ કૃતાર્થ થાય છે. (1) અને અમારા સંત કોઈકને કઠણ વચન કહે તેની આંટી મૂકે નહિ તેને અમારા ભક્ત ઉપર હેત છે જ નહિ. (2) અને જેને પૂર્વજન્મમાં અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થઈ હશે અને તેમની સેવા કરી હશે તેને આ જન્મમાં અમારે ને અમારા સંતને વિષેથી હેત મટે જ નહિ અને અમારા નિશ્ચયમાં પણ ડગમગાટ થાય જ નહિ; ત્યાં ભક્તોનાં નામ આપ્યાં છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં અમારા સાધુ ભવબ્રહ્માદિકથી અધિક છે એમ કહ્યું તે ભવબ્રહ્મા તો વૈરાજ થકી ઉત્પન્ન થયા છે, તેથી અધિક જાણીએ તો વૈરાજ જેવા થયા, અને (છે. 2/2માં) આ સત્સંગીની સભા જેવી કોઈ ધામમાં સભા જ નથી એમ કહ્યું છે તે એમ જોતાં તો મૂળઅક્ષરાદિક સર્વ થકી સંતનો મહિમા વિશેષ થયો અને (મ. 22ના 3/5 ત્રીજા પ્રશ્નમાં) રાણીની ઉપમા આપી છે અને (પં. 7માં) પણ અમે ને અમારા મુક્તો અમારા ધામને વિષે અતિશે પ્રકાશે યુક્ત છીએ અને (પ્ર. 63ના 3/4 ત્રીજા પ્રશ્નમાં) પણ એમ જ કહ્યું છે અને (મ. 67માં) પોતાના સરખા કહ્યા છે તે પરસ્પર વિરોધ આવે છે માટે આ ભવ-બ્રહ્મા કિયા સમજવા?
ઉ.૧ આ ઠેકાણે મૂળપુરુષને બ્રહ્મા કહ્યા છે અને મહાકાળને ભવ કહ્યા છે અને તેથી બ્રહ્મકોટી ને મૂળઅક્ષરકોટી તેમને આદિ શબ્દથી જાણવા તે સર્વથી અમારા સંત અધિક છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે.
પ્ર.૨ અમારા સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે એમ કહ્યું તે પુણ્ય કિયું જાણવું? અને હરિભક્તોની દૃઢતા વખાણી તે કિયા કિયા ગામના હતા?
ઉ.૨ ત્રીજી બાબતમાં પૂર્વ જન્મને વિષે શ્રીજીમહારાજની અથવા સંતની એટલે મુક્તની સેવા કરી હોય તેને જ બીજે જન્મે એમની સેવા મળે છે, પણ બીજે કોઈ સાધને કરીને સેવા મળતી નથી એમ કહ્યું છે માટે પૂર્વની સેવા તે પુણ્ય જાણવું. અને નાથ ભક્ત કણભાના પાટીદાર હતા અને વિષ્ણુદાસ ડભાણના પાટીદાર હતા. હિમરાજ શાહ સુંદરિયાણાના વણિક હતા. કાશીદાસ બોચાસણના પાટીદાર હતા. ભાઈચંદ શેઠ સુરતના વણિક હતા. દામોદરભાઈ અમદાવાદના પાટીદાર હતા.
|| ——-x——- ||
[/raw]