સંવત 1876ના પોષ સુદિ 5 પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઊગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળું અંગરખું પહેર્યું હતું, તથા ધોળો સુરવાળ પહેર્યો હતો, તથા કેડે કસુંબલ શેલું બાંધ્યું હતું, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 23 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ત્રણ દેહથી પર જે પોતાનો જીવાત્મા તેને ચૈતન્યરૂપ જે અમારું તેજ તે રૂપ માનીને તેમાં અમારી આ પ્રગટ મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો પોતાના સ્વરૂપને તથા તે સ્વરૂપને વિષે આ અમારી મૂર્તિને અતિશે પ્રકાશમાન દેખે, અને તેને અમારા ચરિત્રને વિષે સંશય થાય નહિ. (1) અને અમારી આ મૂર્તિમાં એક વૃત્તિ પ્રેમે યુક્ત ને બીજી વૃત્તિ વિચારે યુક્ત અખંડ રાખવે કરીને એવી સ્થિતિ થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ (પહેલી બાબતમાં) ચૈતન્યને વિષે શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો દેખે એમ કહ્યું તે શ્રીજીમહારાજ મનુષ્યરૂપે વિચરતા, ત્યારે તો તે મૂર્તિ ધાર્યામાં આવે, પણ આજ તો શ્રીજીમહારાજ મનુષ્યરૂપે વિચરતા નથી ત્યારે કઈ મૂર્તિ ધારવી?
ઉ.૧ જેમ મનુષ્યરૂપે પ્રગટ હતા તેમ જ આજ પ્રતિમારૂપે પ્રગટ છે. માટે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનીને તેમાં શ્રીજીમહારાજની પ્રતિમાને ધારે તો પ્રતિમાને તેજોમય દેખે માટે આજ શ્રીજીમહારાજની પ્રતિમાને ધારવી.
પ્ર.૨ પોતાના ચૈતન્યને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખે એવી સ્થિતિવાળો હોય તે એમ સમજે જે, મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા બાધ કરી શકે નહિ એમ કહ્યું તે એ દોષને વિષે પ્રવર્તે તો પણ બાધ ન થાય કે એ દોષ મોહ પમાડી શકે નહિ તે કેમ સમજવું?
ઉ.૨ એવી સ્થિતિવાળો હોય તે તો શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયો હોય ને માયિક પદાર્થને નરક તુલ્ય માને, અને આ લોકને વિષે ત્યાગીના આશ્રમમાં રહ્યો હોય, તો ત્યાગીના ધર્મ પ્રમાણે જ વર્તે, અને ગૃહસ્થના આશ્રમમાં રહ્યો હોય તો ગૃહસ્થના ધર્મ પ્રમાણે જ વર્તે, પણ આજ્ઞા બહાર કોઈ ક્રિયા કરે જ નહિ અને જે કોઈ વર્તમાન વિરુદ્ધ ક્રિયા કરે તેને શ્રીજીમહારાજનું દર્શન જ નથી ને આશરો પણ નથી. એ તો કેવળ દંભી ને વિષયી જ છે ને મહાદુષ્ટ છે. તેને તો (મ. 35/4માં) ચંડાળ જેવો કહ્યો છે, માટે તેને ચંડાળ જાણીને શ્વપચની પેઠે ત્યાગ કરવો, પણ તેને શ્રીજીમહારાજનો ભક્ત ન જાણવો.