[raw]
ગઢડા મધ્ય : ૩૪
સંવત 1880ના ભાદરવા સુદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને ધોળું ધોતિયું પહેર્યું હતું, ને ધોળી ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ દુકડ, સરોદા લઈને ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે કીર્તન રાખો, પ્રશ્ન-ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું જે,
પછી શુકમુનિએ પૂછ્યું જે,
(પ્ર.૨) તત્વ જડ હોય ત્યારે તેમણે ભગવાનની સ્તુતિ કેમ કરી? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે એ તત્વને વિષે કોઈક મુક્ત હતા તેમણે પ્રવેશ કરીને એક એક તત્વને દેહે સ્તુતિ કરી, જેમ પૃથ્વીનો જીવ હતો તે પૃથ્વીના ખોખામાંથી નીસરીને બ્રહ્મા પાસે ગયો, ત્યારે કશ્યપ ઋષિ હતા તેણે તે ખોખામાં પ્રવેશ કરીને તેને જીવાડ્યું, પછી પૃથ્વીએ આવીને પ્રાર્થના કરી જે, મારું દેહ પાછું આપો ત્યારે કશ્યપ ઋષિ પૃથ્વીના ખોખામાંથી નીસરીને પૃથ્વીને પૃથ્વીનું દેહ પાછું આપ્યું, તેણે કરીને પૃથ્વીનું કાશ્યપી એવું નામ પડ્યું તેમ માયાનું કાર્ય જે નામરૂપ માત્ર તે સર્વે જડ દ્રવ્ય છે ને તે માયાનો પ્રકાશનારો જે પુરુષ તે ચૈતન્ય દ્રવ્ય છે, તે એ માયાને વિષે પ્રવેશ કરીને ચૈતન્ય કરે છે.(બા.૧)
અને પરમેશ્વર છે તે તો એ પ્રકૃતિ ને પુરુષ બેય થકી ન્યારા છે, તે પરમેશ્વરનો આ જીવ જ્યારે આશ્રય કરે છે ત્યારે એ માયા ને માયાના કાર્ય તેને તરીને બ્રહ્મરૂપ થાય છે. ને ભગવાનના ધામને પામે છે, પણ તે વિના બીજો જીવને માયાના બંધન ટળ્યાનો ઉપાય નથી.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 34 || (167)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (2) છે. તે બેમાં માયાનાં કાર્યને જડ તત્વ કહ્યાં છે, અને માયાના પ્રકાશક મૂળપુરુષને ચૈતન્ય તત્વ કહ્યા છે. (1) અને અમે માયાથી ને પુરુષથી ન્યારા છીએ, અને જે જીવ અમારો આશરો કરે તે માયાને તરીને અમારું તેજ જે બ્રહ્મ તે રૂપ થઈને અમારા ધામને પામે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
|| ——-x——- ||
[/raw]