[raw]
ગઢડા મધ્ય : ૪૧
સંવત 1880ના કાર્તિક વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 41 || (174)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તની સેવા મળે તો મોટું ભાગ્ય માનીને કલ્યાણ તથા પ્રસન્નતાને અર્થે ભક્તિએ કરીને કરવી, પણ માને કરીને કરવી નહિ. (1) બાબત છે.
પ્ર.૧ માન વિના કેવળ અમારી પ્રસન્નતાને અર્થે અમારી ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજની સાથે આવેલા મુક્તો તો માયાથી પર ને ચૈતન્યમૂર્તિ છે, તેમાં તો માયાનો ગુણ હોય જ નહિ ને કોઈક જ માન રહિત ભક્તિ કરતા હશે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૧ એ તો રતનજી તથા મિયાંજીને મિષે સાધનિકને ઉપદેશ કર્યો છે, અને કોઈક જ કરતા હશે એમ કહ્યું છે, તે પણ સાધનદશાવાળા મુમુક્ષુઓમાંથી કોઈક જ કરતા હશે એમ કહ્યું છે, પણ આવેલા સિદ્ધમુક્તોને કહ્યું નથી, અને રતનજી તથા મિયાંજી પણ સાથે આવેલા મુક્ત હતા તેમને મિષે વાત કરી હોય તેણે કરીને એમને જ કહ્યું છે એમ ન જાણવું.
|| ——-x——- ||
[/raw]