સંવત 1880ના આસો વદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા ને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા હવા તે પ્રતિદિન જેટલા દંડવત્ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત્ પ્રણામ અધિક કર્યો; તેને જોઈને શુકમુનિએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 40 || (173)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જાણે-અજાણે અમારા ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તેના નિવારણ સારુ અમારી પૂજા કરતી વખતે અમને એક પ્રણામ અધિક કરવો. (1) અને અમારા ભક્તના દ્રોહે કરીને ભૂંડું થાય છે અને સેવાએ કરીને રૂડું થાય છે. (2) અને લોભ, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ચાર વડે કરીને અમારા ભક્તનો દ્રોહ થાય છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં શ્રીજીમહારાજ નિત્ય કર્મ કરતા હવા એમ કહ્યું તેનો શો હેતુ હશે?
ઉ.૧ પોતાના આશ્રિતોને શીખવવાને અર્થે શ્રીજીમહારાજની સર્વે ક્રિયાઓ છે.