[raw]
ગઢડા મધ્ય : ૩૭
સંવત 1880ના ભાદરવા વદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 37 || (170)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે ને અમારા સંત તિરસ્કાર કરીએ તો પણ ગુણ લે, ને દુ:ખાય નહિ તો ન ટળે એવી પ્રકૃતિ હોય તે પણ ટળી જાય. (1) બાબત છે.
પ્ર.૧ આમાં જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે એમ કહ્યું, અને (વ. 17ના પહેલા પ્રશ્નમાં) ઇંદ્રિયોને જીતે તેને જ્ઞાની કહ્યો છે, માટે આમાં કહ્યું તે જ્ઞાન કેવું જાણવું? અને એમાં કહ્યું તે કેવું જાણવું?
ઉ.૧ આમાં સાર-અસારને જાણે પણ દેહાદિક સર્વે પદાર્થને દુ:ખદાયી જાણીને તેમાં દોષ બુદ્ધિ થઈ ન હોય, તેથી પ્રકૃતિ વશ ન રહે માટે તે અપક્વ જ્ઞાન જાણવું, અને (વ. 17માં) શ્રીજીમહારાજ વિના બીજું સર્વે અસત્ય ને દુ:ખદાયી જાણીને તેને વિષે દોષદૃષ્ટિ થઈ હોય અને તે પદાર્થનો અતિશે અભાવ થઈ ગયો હોય તેવું જ્ઞાન કહ્યું છે, માટે તે પરિપક્વ જ્ઞાન જાણવું.
|| ——-x——- ||
[/raw]