[raw]
ગઢડા પ્રથમ : ૭૮
સંવત 1877ના અષાડ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાઘ વિરાજમાન હતી, ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે સંત સાંભળો: એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું જે, પૂછો મહારાજ! પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી મધ્યાહન સમે શ્રીજીમહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા ને એમ કહ્યું જે, તમે સર્વે વિદ્યાર્થી મુને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી નિર્માનાનંદ સ્વામી ને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બેયે મળીને પૂછ્યું જે,
પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૬) માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા ઇત્યાદિક જે શત્રુ તે કિયે પ્રકારે કરીને નાશ પામે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને સત્સંગનો અતિ દૃઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહિ, જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તો પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહિ, એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિષે અચળ છે.(બા.૫)
અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષ્યા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષ્યા આદિક સર્વ શત્રુનો નાશ થઈ જાય છે.(બા.૬)
અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિષે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જાતાં જરૂર વિમુખ થાય.(બા.૭)
પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૮) જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દૃઢ પક્ષ હોય તો તેને કહેતાં-સાંભળતાં ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે આને કહેશું તો આ સત્સંગમાંથી જાતો રહેશે; તેની કોરનો તો દૃઢ વિશ્વાસ જ હોય જે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતા હોઈએ અને તેની સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ ત્યારે સર્વે સંતને એમ સમજાય જે આ તો કૃતઘ્ની નથી, જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વ સંતને એમ જણાય જે આ કૃતઘ્ની પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહિ બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહિ.(બા.૮)
પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી શાન્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી વેદાન્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે,
પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે,
એવી રીતે સર્વ મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે,
(પ્ર.૨૬) કામ, ક્રોધ ને લોભ એ ત્રણ નરકના દ્વાર છે એમાંથી જેને જે અતિશે જીત્યામાં આવ્યો હોય તે સર્વે કહો.(બા.૨૬)
પછી જેને જે વાતની અતિશે દૃઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિનાં વચન સાંભળીને શ્રીજીમહારાજ અતિશે રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચાર જણને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધાં ને એમ બોલ્યા જે, જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક મોટેરા છે, તે ભેળા આ ચાર પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશો મા, એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભળામણ કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા.(બા.૨૭)
ઇતિ વચનામૃતમ્ || 78 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (26) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કર્મનું બળ રાખવું નહિ ને રૂડા દેશાદિક સેવવા. (1) બીજામાં અમારા પ્રાકૃત ચરિત્રને કલ્યાણકારી જાણે તેનો પરિપક્વ નિશ્ચય છે. (2) ત્રીજામાં એવા નિશ્ચયવાળાને અમારે વિષે ને અમારા મુક્તને વિષે દોષબુદ્ધિ ન આવે. (3) ચોથામાં પૂર્વનો બળિષ્ઠ સંસ્કાર અથવા ભય, કામ ને સ્નેહ અખંડ હોય તેને અમારી મૂર્તિ ત્રણે અવસ્થામાં દેખાય છે. (4) પાંચમામાં સત્સંગનો પક્ષ હોય તેનો અચળ પાયો છે. (5) છઠ્ઠામાં એવા પક્ષવાળાના કામાદિક શત્રુ નાશ પામે છે. (6) અને જેને સત્સંગીને વિષે ને કુસંગીને વિષે સમભાવ હોય તે વિમુખ છે. (7) સાતમા ને આઠમામાં જેને સત્સંગનો પક્ષ હોય તેનો અમને ને સંતને ભરુસો આવે છે ને તેના ઉપર હેત રહે છે. (8) નવમામાં ઇંદ્રિયો-અંત:કરણને અગોચર અને અક્ષરધામથી પર એવા અમોએ દયા કરીને દર્શન આપ્યાં છે. (9) દશમામાં પોતાના રાજીપાનો ઉપાય બતાવ્યો છે. (10) અગિયારમામાં અમે ને અમારા મુક્ત જેવા અક્ષરધામમાં દિવ્ય છીએ તેવા જ દિવ્ય જાણે અને જ્યાં અમે ને અમારા મુક્ત વિરાજતા હોઈએ તે સ્થાનને અક્ષરધામ જાણે તો આઠે પહોર આશ્ચર્ય ને આનંદ રહે છે. (11) બારમામાં અમારા મુક્તને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન-કર્મ-વચને સમાગમ કરે તો એમાં સંતનાં લક્ષણ આવે છે. (12) તેરમામાં નિર્વિકલ્પ સમાધિ ન થતી હોય તેણે કથા-કીર્તન કરવાં. (13) ચૌદમામાં પંચ વર્તમાન સંપૂર્ણ રાખે તેના ઉપર અમે ને અમારા મુક્ત પ્રસન્ન થઈએ. (14) પંદરમામાં કામાદિક શત્રુનું બળ ઘટવાનો અને કલ્યાણને માર્ગે ચાલ્યાની સામર્થી વધવાનો ઉપાય બતાવ્યો છે. (15) સોળમામાં અમને અક્ષરધામથી પર સર્વના કર્તા, નિયંતા ને મૂળઅક્ષરાદિક સર્વેને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એવો અમારો મહિમા જાણે અને અમને અણુ અણુ પ્રત્યે સર્વત્ર જાણે તો અમારી મર્યાદા રહે છે. (16) સત્તરમામાં અમારાં પ્રાકૃત ચરિત્રમાં સંશય કરવો નહિ. (17) અઢારમામાં અમે રામકૃષ્ણાદિક અવતારોમાં અમારું ઐશ્વર્ય મૂકીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે એવા જે અમે તે અમારા આ સંત છે એમ જાણે તો અમારા સંતનો મહિમા અતિશે જણાય છે. (18) ઓગણીશમામાં જીવનું અન્વય ને વ્યતિરેકપણું કહ્યું છે. (19) વીશમામાં અસદ્વાસના થવાનો ને વિમુખ થવાનો હેતુ કહ્યો છે. (20) એકવીશમામાં મોક્ષનો ઉપાય બતાવ્યો છે. (21) બાવીશમામાં મારકૂટ થાતી હોય, નિરાકારવાદી ને કર્મવાદી, શક્તિપંથી, કુડાપંથી તેમનો યોગ થતો હોય ત્યાંથી ભાગી છૂટવું. (22) તેવીશમામાં અમારું માહાત્મ્ય યથાર્થ જાણે નહિ તેને અસદ્વાસના રહે છે. (23) ચોવીશમામાં યથાર્થ માહાત્મ્ય જાણે તો અમારે વિષે ને મુક્તને વિષે ને અમારાં કથા-કીર્તનને વિષે અચળ હેત થાય છે. (24) પચીશમામાં અમને સર્વ અવતારોના કારણ જાણે તો અમારી નવધા ભક્તિ અચળ રહે છે. (25) છવીશમામાં કામ, ક્રોધ, લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે. (26) અને આત્માનંદ સ્વામી આદિક ચાર સદ્ગુરુઓ મોટેરા છે એમ કહ્યું છે. (27) બાબતો છે.
પ્ર.૧ ચોથા પ્રશ્નમાં ભય, કામ ને સ્નેહ એ ત્રણ વાનાં માયિક પદાર્થમાં હોય તો તે અખંડ દેખાય તો ભગવાન દેખાય એમાં શું કહેવું એમ કહ્યું અને (સા. 3ના 3/3 ત્રીજા પ્રશ્નમાં) માયિક પદાર્થ વીસરી જાય છે તો ભગવાન ક્યાંથી સાંભરે એમ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ શ્રીજીમહારાજ તો મોટા મોટા અક્ષરાદિક સર્વેને અગમ્ય છે ને મોટા મોટા યોગીઓને પણ ધ્યાન કરતાં કોટી કલ્પ વીતી જાય તો પણ દેખાતા નથી એવા અતિશે અગમ્ય છે, એવા શ્રીહરિ તે આજ દયા કરીને જીવોને માયાનાં બંધનમાંથી છોડાવીને પોતાના તેજરૂપ દિવ્ય અક્ષરધામમાં લઈ જઈને પોતાનું અલૌકિક સુખ આપવા પધાર્યા છે, માટે દયા કરીને પોતાના ભક્તોને કહ્યું છે જે, માયિક પદાર્થમાં જેને ભય, કામ ને સ્નેહ હોય તેને માયિક પદાર્થ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે, તેમ તમે જન્મ-મરણથકી ભય પામીને અમારા સુખની ઇચ્છા રાખીને બીજું સર્વે વિસારીને અતિ સ્નેહે કરીને અમારી મૂર્તિનો આલોચ રાખો તો તમોને અખંડ દેખાશું એમ વરદાન આપ્યું છે, માટે બીજું સર્વે વિસારીને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી.
પ્ર.૨ અગિયારમા પ્રશ્નમાં આ ભગવાન ને આ સંત વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર ધામના નિવાસી છે એમ કહ્યું અને (પ્ર. 37/5માં,લો. 13ના બીજા પ્રશ્નમાં, 14/2માં, 18/3માં,પં. 1/1માં, 7/1.2માં, અ. 6ના પહેલા તથા 2/3 બીજા પ્રશ્નમાં , છે. 37માં તથા 38ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ ને મુક્ત તે અક્ષરધામના નિવાસી છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ આમાં પોતાને તથા પોતાના મુક્તોને બ્રહ્મપુર એટલે અક્ષરધામના નિવાસી કહ્યા છે અને વૈકુંઠ તથા ગોલોકાદિકમાંથી પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે આવેલા હતા તેમને વૈકુંઠ-ગોલોકના નિવાસી કહ્યા છે પણ પોતાને તથા પોતાના મુક્તોને વૈકુંઠ-ગોલોકના નિવાસી કહ્યા નથી, માટે જે ભક્ત એમ સમજે જે, વૈકુંઠ-ગોલોકના નિવાસી પણ પોતાના અત્યંતિક કલ્યાણને અર્થે આવ્યા છે, એવા મોટા શ્રીજીમહારાજ તેમના આ સંત છે, એવો મહિમા શ્રીજીમહારાજનો ને તેમના સંતનો સમજે તો તેને આઠે પહોર આનંદ વર્તે છે એમ સમજવું.
પ્ર.૩ ચૌદમામાં પંચ વર્તમાન કહ્યા તે ત્યાગી તથા ગૃહસ્થ કેવી રીતે પાળે ત્યારે યથાર્થ ર્વત્યા કહેવાય?
ઉ.૩ ત્યાગીના નિષ્કામ વર્તમાનનું લક્ષણ (પ્ર. 73ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યું છે. (1) અને ત્યાગીના નિર્લોભી વર્તમાનનું લક્ષણ કહીએ છીએ જે, ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે વસ્ત્ર રાખે પણ વધારે ન રાખે અને દ્રવ્ય રાખે-રખાવે નહિ તે સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો કનિષ્ઠ નિર્લોભી કહેવાય, અને અગિયારથી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ જ ન થાય તે ત્યાગી વર્ગ મધ્યમ નિર્લોભી કહેવાય, અને અગિયારથી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ ન થાય અને મંદવાડમાં જોઈતી વસ્તુ ન મળે તો પણ કોઈ પ્રકારે મૂંઝવણ થાય નહિ તે ત્યાગી વર્ગ ઉત્તમ નિર્લોભી કહેવાય. (2) અને નિ:સ્વાદી વર્તમાનનું લક્ષણ એ છે જે, ત્યાગી વર્ગ શ્રીજીમહારાજની ઇચ્છાથી જે મળે તેમાં જળ નાખી મેળવીને શ્રીજીમહારાજને સંભારીને જમે પણ કોઈ વસ્તુ કોઈની પાસેથી માગે નહિ તે કનિષ્ઠ નિ:સ્વાદી કહેવાય, અને સહેજે મળ્યું હોય તેને પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો જમે તે મધ્યમ નિ:સ્વાદી કહેવાય, અને સારી વસ્તુનો ત્યાગ રાખે તેનો પાછો સંકલ્પ જ ન થાય તે ઉત્તમ નિ:સ્વાદી કહેવાય. (3) અને નિર્માની વર્તમાનનું લક્ષણ એ છે જે, કોઈ અપમાન કે તાડન કરે તેને સહન કરે ને તેના ઉપર ધોખો ન કરે ને તેનું ભૂંડું થવાનો સંકલ્પ ન કરે એ કનિષ્ઠ નિર્માની કહેવાય, અને માન-અપમાન કરનાર બેય સમ થઈ જાય તે મધ્યમ નિર્માની કહેવાય, અને નાના બાળકની પેઠે માન-અપમાનની માનીનતા રહે નહિ તે ઉત્તમ નિર્માની કહેવાય. (4) અને નિ:સ્નેહી વર્તમાનનું લક્ષણ એ છે જે, ત્રણ દેહથી પર એવો જે પોતાનો આત્મા તેને બ્રહ્મ જે શ્રીજીમહારાજનો પ્રકાશ તે રૂપ માનીને શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિ રાખે તેમાં બીજો સંકલ્પ થાય તો તેનો નાશ કરી નાખે પણ તે સંકલ્પને પૂરો થવા દે નહિ તે કનિષ્ઠ નિ:સ્નેહી કહેવાય, અને કોઈક સમે ઘાટ થઈ આવે તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ ધૂળ નાખે ને વસમું લાગે તેવું વસમું લાગે તે મધ્યમ નિ:સ્નેહી કહેવાય, અને મૂર્તિ વિના બીજો સંકલ્પ થાય જ નહિ તે ઉત્તમ નિ:સ્નેહી કહેવાય. (5) આ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદોનાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વર્તમાન કહ્યાં તેમાં કનિષ્ઠ વર્તમાન દૃઢ રાખે તેના ઉપર પણ શ્રીજીમહારાજ ને સંત રાજી થાય છે તો મધ્યમ ને ઉત્તમવાળા ઉપર તો રાજી થાય એમાં શું કહેવું? માટે તે દૃઢ કરવાં. હવે ગૃહસ્થનાં પંચ વર્તમાનનાં લક્ષણ કહીએ છીએ જે, ગૃહસ્થને ત્રણ પ્રકારની સુરા, અગિયાર પ્રકારનું મદ્ય, ગાળ્યા વિનાનું દૂધ, ભાંગ્ય, અફીણ, તમાકુ, ગાંજો, માજમ, ચા, ડાક્ટરી ઔષધ તથા જેમાં દારુ આદિકનો સંસર્ગ હોય એવું અજાણ્યા વૈદ્યનું ઔષધ તે સર્વે દારુ કહેવાય અને (પ્ર. 55/2માં) ઇંદ્રિયોને પાતર્યું કહી છે અને વિષયને મદિરા કહેલ છે, માટે ભાંડ, ભવાયા, સરકસ, નાટક, તાયફા, જગતના મેળા, જૂગટું, ચોપાટ, ગંજીફો એ સર્વ દારુ તુલ્ય છે, માટે આટલાનો ત્યાગ કરે તો દારુનો ત્યાગ કર્યો કહેવાય. (1) અને પ્રત્યક્ષ માંસ, શોધ્યા વિનાનું અન્ન, ગાળ્યા વિનાનું જળ, ઘી, તેલ, લસણ, ડુંગળી, હીંગ, ઉંબરાનાં ફળ, કઠોળનું ઊંધિયું, ડાક્ટરી કોરી ફાકી તથા માંસના સંસર્ગવાળી વસ્તુઓ આટલીનો ત્યાગ કરે તો માંસનો ત્યાગ કર્યો કહેવાય. (2) અને કોઈની ધણિયાતી વસ્તુ તથા માર્ગમાં ને અરણ્યમાં પડેલી વસ્તુ ન લેવી તથા કોઈને દુ:ખાવીને પરાણે તેની કાંઈ વસ્તુ ન લેવી તથા કોઈની થાપણ ન ઓળવવી તથા દેવની દશોંદ-વિશોંદ દેવને આપવી તો ચોરી કરી ન કહેવાય. (3) હવે અવેરી એટલે બ્રહ્મચર્ય કહીએ છીએ જે, પરસ્ત્રીમાત્રનો સંગ ન કરવો ને મનમાં તેને ભોગવવાનો સંકલ્પ ન કરવો અને એકાંતમાં તેની સાથે ભાષણ ન કરવું અને માર્ગમાં તેની સાથે એકલા ચાલવું નહિ અને કુદૃષ્ટિએ તેને જોવી નહિ, એવી રીતે પરસ્ત્રીનો ત્યાગ રાખવો અને પોતાની સ્ત્રીનો પણ આસક્તિએ રહિત ઋતુસમે સંગ કરવો તેમાં પણ એકાદશીઓ તથા તેના આગલ્યા-પાછલ્યા દિવસો તથા ભગવાનની જન્મ તિથિઓ તથા તેના આગલ્યા-પાછલ્યા દિવસો, અમાસ, શ્રાવણ માસ, શ્રાદ્ધ, તીર્થ, વ્રત, યજ્ઞાદિકના દિવસોમાં પોતાની સ્ત્રીનો ત્યાગ રાખવો અને સમીપ સંબંધ વિનાની વિધવાનો સ્પર્શ ન કરવો. આ ગૃહસ્થનું બ્રહ્મચર્ય કહેવાય. (4) અને ન ખપતું હોય તેનું ખાવું નહિ અને જેને ન ખપે તેને ખવરાવવું નહિ. (5) તે પંચ વર્તમાન ગૃહસ્થનાં છે. આ કહ્યાં જે દારુ-માંસાદિક ગૃહસ્થનાં વર્તમાન તે ત્યાગીને તો પૂર્વ ભાગમાં ત્યાગી થયા મોરનાં જ છે તેણે સહિત નિર્લોભાદિક પાંચ વર્તમાન જાણવાં. આ કહ્યાં તે વર્તમાન સર્વને પાળવાં અને સધવા-વિધવાઓએ પણ પુરુષવર્જનાદિક ધર્મો તે પોતપોતાના આશ્રમ પ્રમાણે જાણવા.
પ્ર.૪ સોળમા પ્રશ્નમાં ભગવાન વ્યતિરેક થકા અન્વય રહ્યા છે અને અન્વય થકા વ્યતિરેક છે અને આ પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે એમ કહ્યું તે પ્રમાણે તો શ્રીજીમહારાજ મૂર્તિમાન સર્વમાં રહ્યા છે એમ આવ્યું અને (પ્ર. 13ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) અંતર્યામીરૂપે તેજ દ્વારે રહ્યા છે એમ કહ્યું છે તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું?
ઉ.૪ શ્રીજીમહારાજ સર્વમાં તેજ દ્વારે અંતર્યામીપણે રહ્યા છે પણ જે સિદ્ધદશાવાળા છે તે અણુ અણુ પ્રત્યે મૂર્તિને જ દેખે છે, માટે તેમને તો વ્યતિરેક જ છે, તેવી સમજણ એકાંતિક ભક્ત રાખે તો મર્યાદા રહે એમ કહ્યું છે. આનો વિસ્તાર (પ્ર. 45ના બીજા પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૫ અઢારમા પ્રશ્નમાં શ્રીજીમહારાજે કહ્યું છે, રામકૃષ્ણાદિક અવતારોએ કરીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો એવા જે અમે તે અમારા આ સંત છે એમ સમજે તો અમારા સંતનો મહિમા અતિશે સમજાય તે એમ સમજવાથી સંતનો મહિમા શો આવ્યો?
ઉ.૫ જેમ રાજાના અમલદારોથી રાણી મોટી કહેવાય, તેમ અવતારોથી મુક્તને મોટા કહ્યા છે તે (મ. 22ના 3/5 ત્રીજા પ્રશ્નમાં) મુક્તને રાણીને ઠેકાણે એટલે પોતાની તુલ્ય ગણ્યા છે અને મચ્છ-કચ્છાદિકથી લઈને મૂળઅક્ષરપર્યંત સર્વ અવતાર જાણવા.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત-રહસ્યાર્થ પ્રદીપિકાયાં ગઢડા પ્રથમ પ્રકરણં સમાપ્તમ્.