[raw]
લોયા : ૧૨
સંવત 1877ના માગશર વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને બીજાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે,
ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 12 || (120)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સવિકલ્પ ને નિર્વિકલ્પ નિશ્ચયના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદનાં લક્ષણ કહ્યાં છે. (1) બીજામાં વક્તાને વિષે દેશાદિકનું શુભ-અશુભપણું અને શ્રોતાને વિષે આસ્થાનું મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને નિશ્ચયના ભેદ પડે છે. (2) ત્રીજામાં ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા તથા રૂડા દેશાદિક હોય તથા શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો સર્વોકૃષ્ટ નિશ્ચય થાય એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં છ પ્રકારનો નિશ્ચય કહ્યો તે છ પ્રકારના નિશ્ચયવાળા શ્રીજીમહારાજને કેવા જાણતા હશે?
ઉ.૧ વિષ્ણુ તથા વૈરાજના જેવા શ્રીજીમહારાજને જાણીને ભજે તેને સવિકલ્પમાં કનિષ્ઠ જાણવા. (1) અને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ને મહત્તત્વ જેવા જાણીને શ્રીજીમહારાજને ભજે તેને સવિક્લ્પમાં મધ્યમ જાણવા. (2) અને પ્રધાનપુરુષ જેવા જાણીને શ્રીજીમહારાજને ભજે તેને સવિકલ્પમાં ઉત્તમ જાણવા. (3) અને મૂળપુરુષ તથા નરનારાયણ જેવા જાણીને શ્રીજીમહારાજને ભજે તેને નિર્વિકલ્પમાં કનિષ્ઠ જાણવા. (4) અને વાસુદેવ તથા મૂળઅક્ષર જેવા જાણીને ભજે તેને નિર્વિકલ્પમાં મધ્યમ જાણવા. (5) અને શ્રીજીમહારાજના તેજરૂપ જે અક્ષરધામ તેને વિષે રહ્યો થકો શ્રીજીમહારાજની ઉપાસના કરે તેને નિર્વિકલ્પમાં ઉત્તમ જાણવા. (6) આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા તે સિદ્ધદશાવાળા પરમએકાંતિક મુક્ત જાણવા અને જે શ્રીજીમહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિનાં રોમ રોમનાં નવીન નવીન સુખભોક્તા એવા જે અનાદિમુક્ત તેમને નિર્વિકલ્પમાં અતિ ઉત્તમ નિશ્ચયવાળા જાણવા.
પ્ર.૨ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા પોતે ધામરૂપ થઈને ધામમાં રહીને ઉપાસના કરે ત્યારે મધ્યમ ને કનિષ્ઠ નિશ્ચયવાળા પોતાનું સ્વરૂપ કેવું સમજતા હશે?
ઉ.૨ મધ્યમ નિશ્ચયવાળા શ્રીજીમહારાજને વાસુદેવ તથા મૂળઅક્ષર જેવા જાણે તેથી તેમના તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે રૂપ પોતાને માને અને કનિષ્ઠ નિશ્ચયવાળા શ્રીજીમહારાજને મૂળપુરુષ તથા નરનારાયણ જેવા જાણે તેથી તેમના તેજરૂપ પોતાને માને. તેમના તેજને પૂર્વ શાસ્ત્રોમાં તથા વેદ તથા ઉપનિષદોમાં બ્રહ્મ તથા અક્ષર શબ્દે કરીને કહેલ છે તે રૂપ માને તેણે કરીને નિશ્ચયમાં ન્યૂનતા રહે છે, કારણ કે શ્રીજીમહારાજના નખની કાન્તિમાં અનંત મૂળઅક્ષરોનું તથા વાસુદેવબ્રહ્મનું તેજ લીન થઈ જાય છે અને અક્ષર તથા વાસુદેવના કિંચિત્ તેજમાં નરનારાયણ તથા મૂળપુરુષોનાં તેજ લીન થઈ જાય છે, આ તેજના ભેદ (લો. 15ના પાંચમા પ્રશ્નમાં) કહ્યા છે તેને શ્રીજીમહારાજના પરમ એકાંતિક તથા અનાદિ દેખે છે ને જેના ઉપર એવા મુક્તની કૃપા થાય તે પણ જાણે ને દેખે.
પ્ર.૩ અક્ષરધામને વિષે અષ્ટાવરણે યુક્ત કોટી કોટી બ્રહ્માંડ અણુની પેઠે જણાય છે એમ કહ્યું તે બ્રહ્માંડ તો મૂળપુરુષના તેજરૂપ અક્ષરબ્રહ્મમાં રહ્યાં છે અને અક્ષરધામમાં રહ્યાં છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૩ અક્ષરકોટી, બ્રહ્મકોટી, પુરુષકોટી એ સર્વેનું આધાર શ્રીજીમહારાજનું તેજ છે, માટે મૂળપુરુષના તેજમાં રહ્યાં હોય તો પણ શ્રીજીમહારાજના તેજમાં રહ્યાં છે એમ કહેવાય, કેમ જે સર્વાધાર તો શ્રીજીમહારાજનું તેજ છે, માટે સૂઝે તેને વિષે રહ્યાં હોય તો પણ સર્વાધારને વિષે જ રહ્યાં છે એમ કહેવાય.
પ્ર.૪ બીજા પ્રશ્નમાં વક્તાને વિષે દેશ, કાળ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું શુભ-અશુભપણું કહ્યું તે કેવી રીતે જાણવું?
ઉ.૪ જે દેશમાં ભગવાનના અવતાર પ્રગટ થતા હોય તથા તે અવતારો જે દેશમાં વિચરતા હોય ને પ્રગટ ભગવાનની ઉપાસનાવાળા સત્પુરુષ રહેતા હોય ને સ્વધર્મનિષ્ઠજનો રહેતા હોય તે શુભ દેશ જાણવો. (1) અને જે સ્થાનમાં કોઈ પ્રકારના રોગાદિકની પ્રવૃત્તિ ન હોય તથા મારકૂટ ન થતી હોય તથા અધર્મી માણસનો પ્રસંગ ન હોય તે શુભ કાળ જાણવો. (2) અને વક્તા પણ શ્રીજીમહારાજના સર્વોપરી નિશ્ચયવાળા અને પંચવર્તમાનેયુક્ત ને શ્રીજીમહારાજને વિષે પ્રીતિવાળા મુક્તનો યોગ કરીને તેવા ગુણ સિદ્ધ કરેલા હોય તે શુભ સંગ જાણવો. (3) અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા હોય તે શુભ દીક્ષા જાણવી. (4) અને કથા-વાર્તા, ધ્યાન-ભજન, ભક્તિ-સેવા, નિયમ-ધર્મ આદિક ક્રિયા શ્રીજીમહારાજ સંબંધી હોય તે શુભ ક્રિયા જાણવી. (5) અને શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનીને સ્વામિનારાયણ નામનો મંત્ર જપતો હોય તે શુભ મંત્ર જાણવો. (6) અને જેમાં શ્રીજીમહારાજ તથા એમના મુક્તોના સ્વરૂપનું જ્ઞાન તથા દિવ્ય સાકારપણું તથા મહિમા તથા ચરિત્ર-લીલા વર્ણન કરેલાં હોય તેવાં શાસ્ત્રને શુભ શાસ્ત્ર જાણવાં. (7) અને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તથા શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતા કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તે શુભ ધ્યાન જાણવું. (8) આ કહ્યા તે સર્વે શુભ દેશકાળાદિક જાણવા. તેવા દેશાદિક જે ગુરુમાં હોય તેના સંગથી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય છે.
|| ——-x——- ||
[/raw]