સંવત 1879ના ફાગણ સુદિ 2 દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી દવે પ્રાગજીએ કહ્યું જે, શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 28 || (161)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે દયાળુ છીએ, પણ અમારા ભક્તનો દ્રોહ કરે તેનો અભાવ આવે છે. (1) અને રાજી થયાનો ને કુરાજી થયાનો તપાસ કરીને રાજી કુરાજી થઈએ છીએ. (2) અને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટપ શોભે નહિ. (3) અને અમારા ભક્તની સેવાથી રૂડું થાય છે ને દ્રોહથી ભૂંડું થાય છે ને અમારા ભક્તની સેવા કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ અને દ્રોહ કરે તે ઉપર કુરાજી થઈએ છીએ. (4) અને જેના ઉપર અમારો રાજીપો હોય તે ર્મત્યલોકમાં છે તો પણ અમારા ધામમાં જ છે અને જેના ઉપર અમારો રાજીપો નથી તે અમારા ધામમાંથી પણ પડશે. (5) બાબતો છે.
પ્ર.૧ ત્રીજી બાબતમાં અમે અમારા ભક્તની ભક્તિ કરીએ છીએ એમ કહ્યું તે શ્રીજીમહારાજ શી ભક્તિ કરતા હશે?
ઉ.૧ પોતાના ભક્તની કાળ, કર્મ, માયા થકી રક્ષા કરીને પોતાના ધામમાં લઈ જઈને પોતાનું સુખ આપે છે એ ભક્તિ કહી છે.
પ્ર.૨ અમારા ભક્તની ભક્તિ કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટ્યપ શોભે નહિ એમ કહ્યું તે ભક્તિ કઈ જાણવી?
ઉ.૨ આ ઠેકાણે ભક્તિ એટલે સેવા કહી છે તે સેવા કઈ તો જેમ શ્રીજીમહારાજને અર્થે થાળ કરીને જમાડે તેમ શ્રીજીમહારાજના ઉત્તમ ભક્તને અર્થે પણ થાળ કરીને તેમને જમાડે અને શ્રીજીમહારાજને અર્થે જેમ પાંચ રૂપિયાનું ખર્ચ કરે તેમ તે ભક્તને અર્થે પણ કરે ને સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે, નવરાવે, તે ભક્તિ જેમાં ન હોય તેને વિષે કોઈ જાત્યની મોટ્યપ શોભે નહિ.
પ્ર.૩ પાંચમી બાબતમાં જેના ઉપર અમારો રાજીપો છે તે ર્મત્યલોકમાં છે તો પણ ધામમાં જ છે અને ધામમાં છે તો પણ અમારો રાજીપો નથી તો તે ધામમાંથી પડશે એમ કહ્યું તે શ્રીજીમહારાજના ધામમાંથી પડવાની રીત નથી માટે તે ર્મત્યલોક અને ધામ શું સમજવું?
ઉ.૩ શ્રીજીમહારાજ મનુષ્યરૂપે જ્યાં વિરાજમાન હોય ત્યાં સદાય સેવામાં ભેળો રહેતો હોય તે સ્થળને આ ઠેકાણે ધામ કહ્યું છે અને શ્રીજીમહારાજથી જુદું રહેવું પડતું હોય તેને ર્મત્યલોક કહ્યું છે. અને જે શ્રીજીમહારાજથી જુદો રહીને સંતની સેવા કરતો હોય ને તેના ઉપર શ્રીજીમહારાજનો રાજીપો હોય તો તે અક્ષરધામમાં જાય; અને ભેળો રહેતો હોય પણ શ્રીજીમહારાજનો રાજીપો ન હોય તો તે પડી જાય એમ કહ્યું છે.
પ્ર.૪ આ વાર્તા સારનું સાર ને જીવનદોરીરૂપ છે એમ કહ્યું તે વાત કઈ જાણવી?
ઉ.૪ સર્વ કારણનાં કારણ અક્ષરાતીત પૂર્ણ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની પ્રાપ્તિ કોટી સાધને ને કોટી કલ્પે પણ તેમના ધામમાંથી આવેલા સંત વિના થાય તેમ નથી તે સંતની સેવા કરવી ને મન-કર્મ-વચને અનુવૃત્તિમાં રહેવું ને તેમનો દ્રોહ થવા દેવો નહિ, કેમ જે આવા ભગવાન ને આવા મુક્ત તે સર્વને અગમ્ય છે ને ફેર મળવા દુર્લભ છે, માટે આ વાત સારનું સાર છે ને જીવનદોરીરૂપ એટલે પોતાના પ્રાણથી પણ અધિક વહાલી કરી રાખવા જેવી છે ને જાણવા જેવી છે, માટે જીવનદોરીરૂપ કહી છે અને જો એવા મોટા સંતનો દ્રોહ થાય તો આત્યંતિક મોક્ષ બંધ થઈ જાય માટે સેવા કરવી ને દ્રોહ ન કરવો એમ કહ્યું છે.