સંવત 1879ના શ્રાવણ વદિ 6 છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને કહ્યું જે સાંભળો અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે,
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ઠીક કહ્યું એનો ઉત્તર એ જ છે.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) એવી દૃઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઇચ્છા હોય તો તે શો ઉપાય કરે ત્યારે ટળે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે જેવું ઉકાખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહિ તો એના અંત:કરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.(બા.૨)
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૩) હે મહારાજ! જેણે કરીને ભગવાન અતિશે રાજી થાય એવું કિયું સાધન છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય અને પછી તેને એક ગામનું રાજ્ય આવે અથવા પાંચ ગામનું રાજ્ય આવે અથવા પચાસ ગામનું રાજ્ય આવે અથવા સો ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન-આધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન-આધીન રહે તેમ જ ઇંદ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન-આધીન રહે અને જે ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય ને જેમ સૌ સંતની ટેલ-ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવાં ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહિ અને બરોબરિયાપણું કરે નહિ એવાં જેનાં લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 25 || (158)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (3) છે. તેમાં વાસના રહિત ગૃહસ્થ દેહ મૂકીને અક્ષરધામને પામે અને વાસનાવાળા ત્યાગીને દેહ ધરવો પડે. (1) બીજામાં સંતની સેવા કરવાનું વ્યસન હોય તેની વાસના નાશ પામી જાય. (2) ત્રીજામાં ગૃહસ્થને ચક્રવર્તી રાજ્ય મળે કે બ્રહ્માદિકની પદવી મળે તો પણ સંતની આગળ દીન-આધીન રહે અને ત્યાગીને અમારા જેવાં ઐશ્વર્ય આવે તો પણ દીન-આધીન રહે તેના ઉપર અમારી અતિશે પ્રસન્નતા થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ ત્રીજા પ્રશ્નમાં ગૃહસ્થ ઇંદ્ર-બ્રહ્માનું રાજ્ય પામે એમ કહ્યું તે કેવી રીતે પામતા હશે? અને ત્યાગીને વિષે અમારાં જેવાં ઐશ્વર્ય આવે એમ કહ્યું તે ઐશ્વર્ય કિયાં જાણવાં?
ઉ.૧ આને આ દેહે નહુષ ને અર્જુનની પેઠે ઇંદ્ર-બ્રહ્માના લોકમાં જાય ને તેનું સ્થાન ભોગવે એવી સામર્થી આવે તે ઇંદ્ર-બ્રહ્માનું રાજ્ય પામ્યો કહેવાય; અને શ્રીજીમહારાજના જેવાં ઐશ્વર્ય આવે ત્યારે તે ભક્ત અનંત જીવોનો ઉદ્ધાર કરે એવો સમર્થ થાય એટલે સિદ્ધ મુક્તના જેવો થાય તથા નિર્લેપ, અસંગી, નિર્વિકારપણું ઇત્યાદિક ઐશ્વર્ય જાણવાં.