Gadhada Madhya 24

[raw]

ગઢડા મધ્ય : ૨૪

સંવત 1879ના શ્રાવણ સુદિ 8 અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 24 || (157)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં સાંખ્યનિષ્ઠાવાળા ભક્ત સર્વના સુખ-દુઃખનું પ્રમાણ કરી રાખે ને તેમાંથી વૈરાગ્ય પામીને અમારે વિષે પ્રીતિ રાખે એવું સમજણનું બળ હોય; અને યોગનિષ્ઠાવાળાને વિષમ દેશકાળે કરીને અમારી મૂર્તિમાંથી બીજે વૃત્તિ ચોંટી જાય અને એ બે નિષ્ઠા ભેળી હોય તો અમારા વિના બીજે લોભાય નહિ, કેમ જે અમે તથા અમારા મુક્ત ને અમારું અક્ષરધામ તે વિના બીજા દેવોના વૈભવ તે સર્વને તે નાશવંત જાણે ને અમારે વિષે જ પ્રીતિ રાખે માટે તેને વિક્ષેપ આવે જ નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply