[raw]
લોયા : ૧૫
સંવત 1877ના માગશર વદિ 13 તેરસને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા, અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો, તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગાં કરીને ઓઢ્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે,
ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે,
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
માટે ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે.(બા.૬)
અને વેદાંત જે ઉપનિષદ્ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે તે એ ત્રણ શાસ્ત્રના મત તે તમને અમે પૃથક્ પૃથક્પણે કરીને કહીએ તે સાંભળો,
त्यज धर्ममधर्मं च उभे सत्यानृते त्यज।
उभे सत्यानृते त्यक्त्वा येन त्यजसि तं त्यज॥
એનો એમ અર્થ છે જે, જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ-અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી એ શ્લોકનો એ અર્થ છે, અને યોગવાળા છે તે ચોવીશ તત્વને પૃથક્ ગણે છે ને જીવ-ઈશ્વરને પચવીશમા કહે છે ને પરમાત્માને છવીશમા કહે છે અને વિવેકે કરીને પચવીશમાને તત્વથકી પૃથક્ સમજીને તેને વિષે પોતાપણાની દૃઢતા માનીને ચોવીશ તત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્કારે છવીશમાને વિષે રાખે પણ વિષય સન્મુખ જાવા દે નહિ ને એમ સમજે જે, મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જાશે તો મુને સંસૃતિ થાશે, માટે અતિ આગ્રહ કરીને ઇંદ્રિયો-અંત:કરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિષે રાખે, અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે, મારે ઇંદ્રિયો-અંત:કરણ જ નથી તો જાશે ક્યાં? માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે, અને યોગવાળો છે તે તો ડરતો જ રહે છે, જેમ કોઈ પુરુષના હાથમાં તેલનું માથાલગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચઢવું હોય ને બે કોરેથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષયથકી બીને ભગવાનને વિષે વૃત્તિઓને રાખે છે એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે, સર્વના અતિશે મોટા કારણ એવા જે પુરૂષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે, જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહિ, એવી રીતે વેદાંતનો મત છે.(બા.૭)
ઇતિ વચનામૃતમ્ || 15 || (123)
રહસ્યાર્થ પ્રદી.આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલું ને છઠ્ઠું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે દેવતા ને ઇંદ્રિયો દ્વારે કરીને જીવનું ભોક્તાપણું કહ્યું છે. (1) બીજામાં ઇંદ્રિયો કરતાં અંત:કરણ સ્વચ્છ છે તેથી તેમાં અધિક પ્રકાશ જણાય છે. (2) ત્રીજામાં જેને ઇંદ્રિયો દ્વારે લક્ષ થાય તેને સમગ્ર આત્મા નથી દેખાતો, જ્યારે નિરાવરણ દૃષ્ટિ થાય ત્યારે યથાર્થ આત્માને દેખે છે. (3) ચોથામાં શ્રીકૃષ્ણ ને ગોપીઓના દૃષ્ટાંતે કહ્યું છે કે એવા ભક્તને વિષે અમે મૂર્તિમાન રહ્યા છીએ પણ એની ચિત્તવૃત્તિના નિરોધ માટે દેખાતા નથી. (4) પાંચમામાં જીવ, પુરુષ, અક્ષર ને અમારું તેજ સજાતિ છે ને જે જીવને અમે કૃપા કરીને મૂર્તિમાન કરીએ ત્યારે તે મુક્ત પોતાને તથા પુરુષને તથા અક્ષરને તથા અમને મૂર્તિમાન દેખે છે અને એ સર્વના પ્રકાશને પણ પૃથક્ પૃથક્ દેખે છે. (5) અને જીવને વિષે સૂઝે એ રૂપે કરીને એટલે મૂળપુરુષ દ્વારે રહ્યા છીએ. પણ મૂળઅક્ષરાદિકથી લેઈને સર્વેને વિષે અમારી શક્તિ રહી છે, માટે અમે રહ્યા છીએ એમ જાણવું. (6) છઠ્ઠામાં ઉપનિષદ, યોગ ને સાંખ્ય તેના મતને કહેવાપૂર્વક પોતાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. (7) બાબતો છે.
પ્ર.૧ ત્રીજા પ્રશ્નમાં ઇંદ્રિયો દ્વારે લક્ષ થાય તો સમગ્ર આત્મા દેખાતો નથી એમ કહ્યું; અને વળી નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે ને તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને પણ દેખે છે એમ કહ્યું તે નેત્ર દ્વારે જીવનું દર્શન સમ્યક્ પ્રકારે તો નથી ત્યારે મૂર્તિ કેવી દેખાતી હશે?
ઉ.૧ ઇંદ્રિયોના અવકાશ પ્રમાણે જીવનું દર્શન થાય છે અને મૂર્તિ પણ ઇંદ્રિયોની વૃત્તિ દ્વારાએ સમગ્ર દેખાતી નથી; જીવસત્તાએ જુએ ત્યારે જ જીવાત્માને તથા શ્રીજીમહારાજની મૂર્તિને સમગ્ર દેખે પણ આવરણ ટળ્યા વિના ઇંદ્રિયો તથા અંત:કરણ દ્વારે જુએ ત્યાં સુધી જીવ તથા શ્રીજીમહારાજની મૂર્તિ સમગ્ર દેખાય નહિ.
પ્ર.૨ ચોથા પ્રશ્નમાં નિરાકાર જીવને વિષે તમે તેજરૂપે રહ્યા છો કે મૂર્તિમાન રહ્યા છો? એમ નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું તેના ઉત્તરમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણનું દૃષ્ટાંત દીધું તેમાં તો મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું તે જીવમાં તો તેજ દ્વારે રહ્યા છે એમ (પ્ર. 41માં તથા સા. 5ના 2/3 બીજા પ્રશ્નમાં) કહ્યું છે, માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ શ્રીજીમહારાજ માયાબદ્ધ જીવો તથા તે જીવોના ઉપરી મૂળપુરુષ ઈશ્વર ને તેથી પર મુક્ત જીવ ને મુક્ત જીવના ઉપરી મૂળઅક્ષર તે સર્વેને વિષે અંતર્યામીરૂપે પોતાના પ્રકાશ દ્વારે રહ્યા છે અને આમાં તો પોતાના એકાંતિક ભક્તને વિષે મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું છે માટે વિરોધ નથી.
પ્ર.૩ પાંચમા પ્રશ્નમાં જીવને વિષે પુરુષ, અક્ષર તથા અમે ત્રણે પ્રકાશ દ્વારે રહ્યા છીએ ને જીવ, પુરુષ, અક્ષર તથા અમારા પ્રકાશમાં ભેદ અતિશે છે તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, એમ શ્રીજીમહારાજે કહ્યું તે જીવને વિષે ત્રણે રહ્યા હશે કે કેમ?
ઉ.૩ મૂળઅક્ષરને વિષે શ્રીજીમહારાજ તેજ દ્વારે રહ્યા છે અને મૂળપુરુષને વિષે શ્રીજીમહારાજ, મૂળઅક્ષર ને બ્રહ્મ એ ત્રણે તેજ દ્વારે રહ્યા છે અને જીવને વિષે શ્રીજીમહારાજ, મૂળઅક્ષર, બ્રહ્મ ને મૂળપુરુષ એ ચારે તેજ દ્વારે રહ્યા છે તેમાં શ્રીજીમહારાજનું તેજ તે સર્વનું આધાર છે ને એ તેજને સચ્ચિદાનંદ, ચિદાકાશ, મહાતેજ, અક્ષરધામ, અક્ષરબ્રહ્મ, કાન્તિ તથા શક્તિ એવે ઘણે નામે કહેલ છે. તે (પ્ર. 45ના બીજા પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૪ જ્યારે શ્રીજીમહારાજ કૃપા કરીને દિવ્ય દેહ આપે ત્યારે તે ભક્ત પોતાને, પુરુષને, અક્ષરને તથા શ્રીજીમહારાજને પૃથક્પણે દેખે અને એ સર્વેના પ્રકાશને વિલક્ષણપણે દેખે છે, એમ કહ્યું તે દિવ્ય દેહ આપ્યા પછી તો એને વિષે શ્રીજીમહારાજ વિના બીજા કોઈનું અંતર્યામીપણું ઘટતું નથી ત્યારે એ સર્વેને શી રીતે દેખે?
ઉ.૪ જ્યારે દિવ્યદેહ બંધાય એટલે મૂર્તિમાન થાય ત્યારે તેને આવરણ રહેતું નથી તેથી તે સર્વેને તેના તેના ધામોને વિષે શ્રીજીમહારાજની પેઠે જ દેખે છે.
|| ——-x——- ||
[/raw]