સંવત 1883ના ભાદરવા વદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે,
ઇતિ વચનામૃતમ્ || 6 || (240)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ઈર્ષ્યાએ રહિત કેવળ પોતાના કલ્યાણને અર્થે અમારી ભક્તિ કરે તો અમે રાજી થઈએ. (1) અને અમારી ભક્તિ કરતાં કાંઈક અપરાધ થઈ જાય તો તે દોષ પોતાને માથે લેવો, પણ ઇંદ્રિયો-અંતઃકરણનો વાંક કાઢવો તે જીવની મૂર્ખાઈ છે. અને જીવને ન ગમતું હોય તેનો ઘાટ મન કરે તો તે જીવ નિર્મળ હોય તો મનનું કહ્યું ન માને, ને મલિન ને પાપે યુક્ત હોય તો માને તો તે મન એ જીવને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે, માટે જીવનો વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એમ સમજે તેને કુસંગ અડી શકે નહિ ને નિર્વિઘ્ન થકો અમારું ભજન કરે. (2) બાબતો છે.