Gadhada Madhya 11

[raw]

ગઢડા મધ્ય : ૧૧

સંવત 1878ના શ્રાવણ વદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 11 ||(144)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ધર્મ, અર્થ, ને કામને વિષે પ્રીતિ રાખીને સુકૃત કરે તેનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળમાં ભોગવીને નરક ચોરાશીમાં જાય છે. (1) અને તેનાં તે કર્મ અમારી પ્રસન્નતાને અર્થે કરે તો ભક્તિરૂપ થઈને મોક્ષને અર્થે થાય છે અને અમારા ભક્તના દેહનો વ્યવહાર અજ્ઞાની જીવના જેવો જોઈને અવગુણ લેનારો નારકી થાય છે (2) અને અમારા ભક્તની ક્રિયા અમારી તથા અમારા ભક્તની સેવાને અર્થે છે માટે તે નૈર્ષ્કમ્યરૂપ ને ભક્તિરૂપ છે એમ જાણે તે જ્ઞાની છે. (3) અને અમારા ભક્તની સેવારૂપ ક્રિયામાં અવગુણ લે તેને વિષે અધર્મ નિવાસ કરે છે. (4) બાબતો છે.

[પહેલી બાબતમાં ગુણાતીત ધામ કહ્યું તે ધામનો ખુલાસો (પ્ર. 12ના 16મા પ્રશ્નોત્તરમાં) છે.]

|| ——-x——- ||

[/raw]



Leave a Reply