સંવત 1883ના આસો સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા, અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે હરિભક્તને કહ્યું જે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વેને કહીએ તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો.
એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 9 || (243)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર સાધને સંપન્ન એવા અંર્તદૃષ્ટિવાળા અમારા એકાંતિક સંત છે, તે હૃદયને વિષે જાણપણારૂપ અમારા ધામનો દરવાજો ત્યાં રહે છે, ને એ જાણપણાની માંહી જે અક્ષરધામ તેમાં અમારા દર્શન કરે છે ને અમારા ભેળું પોતાના હૃદયને વિષે બીજું માયિક પદાર્થ પેસવા દેતા નથી, એવી રીતે અંતર્વૃત્તિએ અમારી સેવા કરે છે, ને દેહની ક્રિયા પણ કરે છે; ને પોતાની સ્થિતિમાંથી પણ ડગતા નથી, એવી રીતે સર્વેને વર્તવું. (1) બાબત છે.
પ્ર.૧ જાણપણારૂપ ધામનો દરવાજો કહ્યો ને તેની માંહી અક્ષરધામ કહ્યું ને મોટા મોટા સંત અક્ષરધામમાં ભગવાનનાં દર્શન કરે છે, ને દરવાજે પણ ઊભા રહે છે એમ કહ્યું તે દરવાજો ને અક્ષરધામ શું સમજવું? અને સંત એ બે ઠેકાણે કેવી રીતે રહ્યા હશે?
ઉ.૧ અંર્તદૃષ્ટિવાળા સંત પોતાને ધામરૂપ માનીને તે અક્ષરધામમાં શ્રીજીમહારાજનાં દર્શન કરે છે, ને પોતાના હૃદય સામી દૃષ્ટિ રાખીને હૃદયને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિએ સહિત આત્મા-પરમાત્માના જ્ઞાનરૂપી જાણપણું છે, તે હૃદયને વિષે કામ, ક્રોધાદિક તથા સ્ત્રી-દ્રવ્યાદિક કોઈ પદાર્થનો સંકલ્પ થવા દેતા નથી. માટે જાણપણારૂપ જે જ્ઞાન તે રૂપ દરવાજો જાણવો અને તે દરવાજે સંત ઊભા છે, એટલે આત્મા પરમાત્માના જ્ઞાનરૂપી શુદ્ધ વિચાર છે તે વિચારે કરીને માયિક સંકલ્પ હૃદયમાં થવા દેતા નથી, ને હૃદયને માંહી અક્ષરધામ છે તેમાં શ્રીજીમહારાજનાં દર્શન કરે છે.