[raw]
ગઢડા છેલ્લું : ૭
સંવત 1883ના ભાદરવા વદિ 6 છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી-તકિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે,
ઇતિ વચનામૃત || 7 || (241)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જેને કલ્યાણ ઇચ્છવું હોય તેણે અમને ને અમારા સંતને જ સુખદાયી જાણીને અમારા સંતને વિષે આત્મબુદ્ધિ રાખવી ને અમારા ભક્તનો પક્ષ રાખવો, ને તેમનો અભાવ આવવા દેવો નહિ, ને તેમના જેવું બીજું કોઈ વહાલું રાખવું નહિ, તો અતિ બળવાન જે કામાદિક શત્રુ તે પરાભવ કરી શકે નહિ. (1) અને બ્રહ્મપુર જે અમારું અક્ષરધામ તેને વિષે અમે સદા સાકાર મૂર્તિમાન વિરાજમાન છીએ, ને અમારા ભક્ત પણ ધામમાં મૂર્તિમાન છે ને અમારી સેવા કરે છે એવા પ્રત્યક્ષ પ્રમાણ અમને જાણીને જેણે અમારો આશરો કર્યો હોય તે અમારા ધામને પામે. (2) અને જે ભક્ત પોતાના મનને અમારા ચરણાવિંદને વિષે એટલે મૂર્તિને વિષે દૃઢ કરીને રાખે તે છતે દેહે જ અમારા ધામને પામી રહ્યો છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં પોતાના શરીરને વિષે આત્મબુદ્ધિ વર્તે છે તેવી અમારે વિષે ને સંતને વિષે રાખે એમ કહ્યું તે કેવી રીતે રાખવી?
ઉ.૧ જેમ દેહને દુઃખે દુખી ને સુખે સુખી થવાય છે એવો ભાવ શ્રીજીમહારાજ તથા મુક્તને વિષે રાખે તે બહારવૃત્તિથી આત્મબુદ્ધિ છે, અને જેમ સમગ્ર દેહમાં રહીને જીવ સુખ-દુઃખને ભોગવે છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં નખશિખા પર્યંત રહીને શ્રીજીમહારાજનું સુખ ભોગવવું તે અંતર્વૃત્તિએ શ્રીજીમહારાજને વિષે આત્મબુદ્ધિ જાણવી. અને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર હોય એવા સત્પુરુષને વિષે આપોપું માનવું જે તે સંત તે હું છું તે સંતને વિષે આત્મબુદ્ધિ જાણવી.
પ્ર.૨ અમારો ને અમારા ભક્તનો પક્ષ રાખવો એમ શ્રીજીમહારાજે કહ્યું તે ભક્તને તો કોઈક દુઃખ દેતો હોય તો ન દેવા દઈએ એમ પક્ષ રાખીએ, અને શ્રીજીમહારાજ પણ જ્યારે મનુષ્યરૂપે વિચરતા હોય, ત્યારે પક્ષ રાખીએ પણ આજ શ્રીજીમહારાજનો પક્ષ કેવી રીતે રાખવો?
ઉ.૨ શ્રીજીમહારાજનું કોઈ ઘસાતું બોલે તે સાંભળી રહેવું નહિ, તેને તીખાં બાણ જેવાં વચન મારવાં ને પોતાથી બળિયો હોય ને સામું બોલી શકાય એમ ન હોય તો ત્યાંથી ચાલી નીસરવું, અને શ્રીજીમહારાજે મંદિરો કરાવીને પોતાની મૂર્તિઓ પધરાવી છે, તે મંદિરોને કોઈ નુકસાન કરતું હોય કે મંદિરોની આજીવિકાઓને અર્થે દ્રવ્યાદિક હોય તેની કોઈ હાનિ કરતું હોય તેની તન, મન, ધનથી રક્ષા કરવી તે શ્રીજીમહારાજનો પક્ષ રાખ્યો કહેવાય.
|| ——-x——- ||
[/raw]