Gadhada Chhellu 4

[raw]

ગઢડા છેલ્લું : ૪

સંવત 1883ના શ્રાવણ સુદિ 3 તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી-તકિયા બિછાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 4 || (238)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અંતરમાંથી અસત્ય કરેલા પદાર્થની સ્મૃતિ થઈ આવે તે બાધિતાનુવૃત્તિ છે તે જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ પામે છે, ને કશી ખબર રહેતી નથી. ને જ્યારે બહાર નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે બાધિતાનુવૃત્તિ રહે ત્યારે બીજા પદાર્થની સ્મૃતિ થઈ આવે તે જોઈને બાધિતાનુવૃત્તિનો મર્મ ન જાણતો હોય, તે અવગુણ લે છે. અને પાપી મનુષ્ય બોલતાં ચાલતાં મરે તો પણ નરકે જાય અને અમારો ભક્ત બાધિતાનુવૃત્તિને યોગે બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ અમને જ પામે. (1) અને બીજામાં માંસના ચક્રને વિષે જીવ વિશેષ સત્તાએ કરીને વ્યાપીને રહ્યો છે ને સામાન્ય સત્તાએ કરીને બધા દેહમાં વ્યાપી રહ્યો છે, ને દેહને યોગે સુખદુઃખનો ભોક્તા છે, પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી; અવિનાશી ને પ્રકાશમય છે અને એ જીવને વિષે અમે સાક્ષીરૂપે રહ્યા છીએ એમ કહ્યું છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply