[raw]
ગઢડા પ્રથમ : 13
સંવત 1876ના માગશર વદિ 1 પડવાને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને રાતો સુરવાળ પહેર્યો હતો, ને રાતી ડગલી પહેરી હતી, ને માથે સોનેરી શેલું બાંધ્યું હતું, ને કટીને વિષે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કંઠને વિષે મોતીની માળાઓ પહેરી હતી, ને પાઘને વિષે મોતીના તોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 13 ||
રહસ્યાર્થ પ્રદી.— આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પુરુષ ને પ્રકૃતિ એ બે જે અમારી શક્તિઓ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામીરૂપે રહ્યા થકા જે જીવને જેના દેહ થકી ઊપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવીએ છીએ, પણ જીવ અનેક રૂપે થતો નથી, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ પુરુષ પ્રકૃતિ બે શક્તિઓ કહી તે પુરુષ કોને જાણવા? ને પ્રકૃતિ કોને જાણવી?
ઉ.૧ પરોક્ષ શાસ્ત્રમાં જેને શ્રીકૃષ્ણ કહ્યા છે તેને આ ઠેકાણે પુરુષ કહ્યા છે તે (મ. 31ના બીજા પ્રશ્નમાં) બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરૂષોત્તમ કહ્યા છે, અને લક્ષ્મીરૂપ જે માયા તેને આ ઠેકાણે પ્રકૃતિ કહી છે.
પ્ર.૨ બ્રાહ્મકલ્પ તથા પાદ્મકલ્પ કહ્યા તે શું સમજવું?
ઉ.૨ શેષશાયી નારાયણ જે તે નિમિત્ત પ્રલયમાં શેષશય્યાને વિષે જળાર્ણવમાં સૂતા હતા. તેની નાભિમાં પદ્મ થયું તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને તે પદ્મમાં બ્રહ્માએ ચૌદ લોકની રચના કરી તેને પાદ્મકલ્પ કહે છે. ને બ્રહ્માએ અંગ થકી સૃષ્ટિ કરી તે બ્રાહ્મકલ્પ કહેવાય છે.
પ્ર.૩ પુરુષ-પ્રકૃતિએ સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામીરૂપે કેવી રીતે રહ્યા હશે?
ઉ.૩ જીવ જીવ પ્રત્યે પુરુષ અંતર્યામીરૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે તે (પ્ર. 46માં) પ્રકૃતિના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું પુરુષનું જ કહ્યું છે. અને (પ્ર. 7માં તથા સા. 5ના બીજા પ્રશ્નમાં) પ્રકૃતિ-પુરુષાદિક સર્વેને વિષે અક્ષરનું અન્વયપણું કહ્યું છે ને અક્ષરમાં, મુક્ત જીવમાં તથા મૂળપુરુષ ઈશ્વરમાં તથા માયાબદ્ધ જીવ એ સર્વેમાં શ્રીજીમહારાજનું અન્વયપણું કહ્યું છે. અને (પ્ર. 41માં) અક્ષરથી લઈને પશુપક્ષ્યાદિક સર્વેને વિશે શ્રીજીમહારાજ અંતર્યામીપણે તેજ દ્વારે રહ્યા છે તે હરિવાક્ય-સુધાસિંધુના તરંગ (51)માં શ્લોક:–
सर्वात्मात्मा स्वतंत्रश्च सर्वशक्तिपति: प्रभु:।
परात्परतर: शुद्ध: ईश्वराणामपीश्वर: || २१ ||
सर्वत्र कारणत्वेनाऽन्वितोऽस्ति निजतेजसा।
व्यतिरिक्तश्च धाम्नि स्वे राजतेऽनेकशक्तिभि: || २२ ||
સ્વતંત્ર ને સર્વેના આત્મા, અને સર્વે શક્તિના પતિ, અને પર થકી પણ પર, અને ઈશ્વરના ઈશ્વર, એવા જે શ્રીજીમહારાજ તે સર્વેને વિષે કારણપણે કરીને પોતાના તેજે કરીને અન્વયપણે રહ્યા છે. અને વ્યતિરેકપણે અનેક શક્તિએ યુક્ત પોતાના ધામને વિષે રહ્યા છે. (21, 22) તે જેવા અક્ષરમાં છે તેવા ઉત્તરોત્તર એક બીજામાં નથી રહ્યા એમ કહ્યું છે, તેનું કારણ એ છે જે, મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ એક જ પોતાના તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે. અને વાસુદેવબ્રહ્મને વિષે શ્રીજીમહારાજ ને મૂળઅક્ષર એ બેય તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે. અને મૂળપુરુષમાં વાસુદેવબ્રહ્મે સહિત ત્રણેય તેજ દ્વારે રહ્યા છે. અને જીવમાં પુરુષે સહિત તેજ દ્વારે ચારેય અન્વયપણે રહ્યા છે. માટે અધિક-ન્યૂન રહ્યા છે એમ કહ્યું છે. અને પ્રકૃતિ પણ પુરુષના ભેળી જ રહે છે. માટે પ્રકૃતિ પણ જીવ જીવ પ્રત્યે અંતર્યામીપણે રહી છે. તથા તરંગ (63)માં શ્લોક:–
उपासकानां कृष्णस्य तेषामेकांतिनामपि।
एकैक रोम्णि तेजोऽस्ति कोटिकोट्यर्क सन्निभम् || ४१ ||
तदावर्णयितुं शक्यं केन कृष्णांगजं मह:।
स कृष्णो महसा स्वेनाऽन्वितोऽस्ति पुरुषादिषु || ४२ ||
કૃષ્ણના (અમારા) ઉપાસક એવા એકાંતિકોના એક એક રોમને વિષે કોટાનકોટી સૂર્યના સરખું તેજ છે (51) તો કૃષ્ણના (અમારા) અંગનું તેજ તેને વર્ણન કરવા તો કોણ સમર્થ થાય? એવા સાક્ષાત્ ભગવાન તે પોતાના તેજે કરીને પુરુષાદિકને વિષે અન્વયપણે રહ્યા છે. (52) એવી રીતે શ્રીજીમહારાજ સર્વમાં અન્વયપણે રહ્યા છે.
|| ——-x——- ||
[/raw]