Gadhada Chhellu 21

[raw]

ગઢડા છેલ્લું : ૨૧

સંવત 1884ના ભાદરવા સુદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ચમેલીના પુષ્પના હાર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન-ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 21 || (255)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા સંબંધે સહિત જે નિવૃત્તિ ને પ્રવૃત્તિ ધર્મ તે ભાગવત ધર્મ છે તે ધર્મ ને ભક્તિ એ બે એક જ છે, એ ધર્મ સ્થાપન કરવાને અર્થે અમે પ્રગટ થયા છીએ તે ભાગવત ધર્મે કરીને જીવ અમારા ધામને પામે છે. (1) અને કેવળ વર્ણાશ્રમ ધર્મનું ફળ નાશવંત છે. (2) અને અમને વન, પર્વત, જંગલમાં જ રહેવું ગમે છે તો પણ અમારા ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ ને અમારા ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી તે નિવૃત્તિ જાણીએ છીએ, અને અમારા ભક્તનો અલ્પ દોષ જોઈને અવગુણ ન લેવો અને મોટા વર્તમાનમાં ચૂકે ત્યારે અવગુણ લેવો. (3) અને અમારા ભક્તને વાદે કરીને જીતે તે પંચમહાપાપીથી વધુ પાપી છે અને અમારા ભક્તનું ઘસાતું બોલે તે અમને દીઠો ગમતો નથી ને અમારા ભક્તનો અવગુણ લે તેના હાથનું અન્નજળ ભાવે નહિ. (4) અને દેહના સંબંધી સાથે હેત ન રાખવું; સત્તારૂપ થઈને અમારી સાથે હેત કરવું. જે સત્તારૂપ નહિ રહી શકે તેને કામાદિક શત્રુ પીડશે. (5) અને અમારા દિવ્ય અક્ષરધામને વિષે અમારા પાર્ષદ છે તેથી અધિક આ સત્સંગી, એટલે આ ગોપાળાનંદ સ્વામી છે. (6) અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ અતિ દૃઢ નહિ હોય તે અંત્યે ઢીલો પડશે તો પણ અમે તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે સત્સંગમાંથી પાછો પડી જાય છે. અને જે દૃઢ સત્સંગી છે, તેના ભેળું આંહીં તથા અક્ષરધામમાં રહેવું એવો નિશ્ચય રાખવો. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply