સંવત 1883ના અષાઢ વદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, ને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજીમહારાજની પધરામણી કરી ત્યારે શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા, પછી ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને શ્રીજીમહારાજને વિરાજમાન કર્યા, પછી હરજી ઠક્કરે શ્રીજીમહારાજની કેસર-ચંદને કરીને પૂજા કરી, એવી રીતે શ્રીજીમહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર તથા બે ભુજાને વિષે તે પુષ્પના ગજરા તથા પાઘને વિષે તે પુષ્પના તોરા તે અતિશે વિરાજમાન હતા અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં શ્રીજીમહારાજે સર્વે સંતમંડળને પ્રશ્ન પૂછ્યો જે,
અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તામાત્ર વર્તતો હોય તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે, માટે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ થાતાં નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમ જ એને તે કુસંગનો પાશ લાગ્યો છે તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ તેને કુસંગનો પાશ લાગ્યો હતો, માટે શ્રીકૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્નેહ થયા નહિ, તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જાતો નથી ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થાતો નથી, માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે, તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિષે અતિશે દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે, પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી- અખંડ રહે છે. એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 3 || (237)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તને સાધનદશાને વિષે અમારી ઉપાસનાવાળા સત્પુરુષના સંગે કરીને અમારું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને અમારું ને અમારા ભક્તનું માહાત્મ્ય યથાર્થ સમજાણું હોય તેને માયિક ઉપાધિનો સંગ મટી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ અમારે વિષે ને અમારા ભક્તને વિષે દયા ને પ્રીતિ નિરંતર રહે છે. (1) અને જે અમારો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિ ટાળીને સત્તામાત્ર વર્તતો હોય તેને સાધનદશામાં અમારી ઉપાસનાએ રહિત કેવળ આત્મજ્ઞાની એવા કુસંગીનો પાશ લાગ્યો છે તેને અમારે વિષે ને અમારા ભક્તને વિષે દયા ને સ્નેહ નથી રહેતાં. (2) બાબતો છે.
પ્ર.૧ બીજી બાબતમાં અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો એમ કહ્યું તે કેવી રીતે બ્રહ્મરૂપ જાણવો?
ઉ.૧ એણે કોઈક સાધને કરીને નાશવંત દેહને ચિરંજીવી કર્યો હતો તે દેહનું અચળપણું કર્યું હતું, એટલો બ્રહ્મરૂપ કહ્યો છે પણ દેહથી નોખો જે આત્મા તે રૂપે થયો નહોતો.