Gadhada Chhellu 35

[raw]

ગઢડા છેલ્લું : ૩૫

સંવત 1885ના ચૈત્ર સુદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું જે,

ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું જે,

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 35 || (269)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૫) છે. તેમાં ચોથું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા વિના બીજા સર્વેને તુચ્છ જાણે ને પોતાની પ્રકૃતિ મૂકીને અમે ને અમારા સાધુ કહીએ તેમ વર્તે તેને આપત્કાળે પણ અમારો આશ્રય ટળે નહિ. (1) બીજામાં અમે તથા અમારા સાધુ પ્રકૃતિ મરોડીએ ત્યારે અમારો ને સાધુનો અવગુણ ન લે તે સારો ને અમારો ને સાધુનો અવગુણ લે તેના આશ્રયનો ઠા નહિ. (2) ત્રીજામાં જે વિષયનો બળવાન ઘાટ થાતો હોય ત્યારે એમ વિચારે જે આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તુ છું તેમાંથી મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહિ રહે, એમ પોતાનો નિશ્ચય થાય અને એની પ્રકૃતિને અમે કે સાધુ ન મરોડીએ તો તો એ પાર પડી જાય ને મરોડીએ તો મૂંઝાઈને વિમુખ થઈ જાય. (3) ચોથામાં સાધુને વિષે અમે સાક્ષાત્ રહ્યા છીએ, માટે સાધુના દ્રોહથી અમારો દ્રોહ થાય છે તેથી સંતના દ્રોહનું અધિક પાપ છે. (4) અને અમારા ઉપર વૈરભાવ રાખીને અમારો દ્રોહ કરે તે દૈત્યનો પક્ષ છે, અને અમારા ગમતા પ્રમાણે વર્તીને અમારી ભક્તિ કરવી એ ભક્તનો પક્ષ છે. (5) પાંચમામાં અમને સદા દિવ્ય સાકાર સમજે ને અમારી એકાંતિક ભક્તિ કરે ને અમારું નામ-સ્મરણાદિક કરતા હોય તેને દેખીને રાજી થાય, અને સ્વભાવનો ત્યાગ કરે પણ અમારા ભક્તના સમૂહથી છેટે ન રહે, અને સારું પદાર્થ અમારા ભક્તને આપીને રાજી થાય, અને સરલ સ્વભાવ હોય, અને વિમુખના સંગની અરુચિ વર્તે, આ છો લક્ષણે યુક્ત હોય તેને વિષે અમે સાક્ષાત્ વિરાજમાન છીએ, માટે એવા સાધુનો દ્રોહ તે અમારા દ્રોહ તુલ્ય છે ને એવા સાધુની સેવા તે અમારી સેવા તુલ્ય છે એમ કહ્યું છે. (6) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply