સંવત 1885ના આસો સુદિ 15 પૂનમને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વે હરિજન પ્રત્યે બોલ્યા જે,
અને વળી શ્રીજીમહારાજે એક બીજી વાત કરી જે,
(પ્ર.૨) જ્યારે ભગવાન ને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા, અને શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મુંને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા, જેણે કરીને મારામાં અવગુણ હશે તે જાશે. એવી રીતે વઢે તો પણ રાજી થાવું, પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો. ને કચવાવું નહિ, ને પોતાના જીવને અતિ પાપી ન માનવો ને રાજી રહેવું. આ વાર્તા પણ રાખ્યા જેવી છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 23 || (257)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તોએ અમારી માનસી પૂજા ત્રણે ઋતુને વિષે ભિન્ન ભિન્ન પ્રકારે કરવી તેણે કરીને અમારે વિષે હેતની વૃદ્ધિ થાય છે. (1) બીજામાં અમે તથા અમારા ભક્ત વઢીએ ત્યારે રાજી થવું પણ કચવાવું નહિ. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં ભિન્ન ભિન્નપણે માનસી પૂજા કરવાની કહી તેથી બીજી રીતે થતી હશે કે કેમ?
ઉ.૧ આ માનસી પૂજા કહી તે અવરભાવની છે અને પોતાને દિવ્ય ચૈતન્યમય અવયવે રહિત માનીને પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ દિવ્ય તેજોમય ધારવી ને સર્વે પદાર્થ ચૈતન્યમય ધારીને જમાડવા અને વસ્ત્રાદિક અલંકાર તે મૂર્તિ જેવાં જ દિવ્ય ધારવાં પણ મૂર્તિથી ભિન્ન ન ધારવાં એ પરભાવની માનસી પૂજા છે.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં કહ્યું જે આ વાત પણ રાખ્યા જેવી છે તે કેઈ વાત હશે?
ઉ.૨ આ માનસી પૂજા કરવાની કહી તે વાત રાખ્યા જેવી, ને શિક્ષાને અર્થે શ્રીજીમહારાજ તથા મોટા સંત વઢે ત્યારે મારે વિષે દોષ છે તેથી હું પાપી છું એમ માને તો ગ્લાનિ પામીને હિંમત હારી જાય ને કલ્યાણને માર્ગેથી પાછો પડી જાય, માટે પોતાને પાપી ન માનવો અને મારા પર દયા કરીને શ્રીજીમહારાજ ને મોટા સંત મને વઢ્યા તેથી હવે મારા દોષ નાશ પામશે, એમ રાજી થાવું પણ કચવાવું નહિ, એ બે વાતો રાખ્યા જેવી કહી છે.