Gadhada Chhellu 22

[raw]

ગઢડા છેલ્લું : ૨૨

સંવત 1884ના ભાદરવા વદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, અને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ દુકડ-સરોદા લેઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ અંતર સન્મુખ દૃષ્ટિ કરીને વિરાજમાન હતા.

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 22 || (256)

રહસ્યાર્થ પ્રદી.— આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષેથી પ્રીતિ ટળી જાય છે ને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. (1) ને બીજામાં સખી ભાવે અથવા દાસ ભાવે અમને ભજે તે બેયની ભક્તિ એક જ છે. (2) અને અમારો ભક્ત દેહ મૂકીને ધામમાં જાય છે ત્યારે અમારી કાં ભક્તની મરજી હોય તેવો આકાર બંધાય છે. (3) અને સત્સંગી બાઈ ઉપર કુદૃષ્ટિએ જુએ તે અતિશે પાપી છે. (4) અને અમારા ભક્તનો દ્રોહ કરે તે રાક્ષસ થઈ જાય છે. (5) અને પરિપક્વ દ્રોહી ન થયો હોય તેની દ્રોહબુદ્ધિ મોટા પુરુષને સંગે ટળે છે, અને પરિપક્વ દ્રોહીની કોઈ યોગે દ્રોહબુદ્ધિ ટળતી નથી ને અમારા ભક્તનાં દ્રોહ કરનાર ઉપર અમારો અતિશે કુરાજીપો થાય છે, ને તેણે અમને અતિશે વશ કર્યા હોય ને અમારે વિષે અતિશે એકતા થઈ હોય ને જેમ હાથ સેવા કરે તેમ હાથની પેઠે સેવા કરતો હોય તો પણ તેનો ત્યાગ કરી દઈએ. અને જેનો દ્રોહ થયો હોય તે રાજી થાય તેમ કરવું (6) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply