સંવત 1884ના શ્રાવણ વદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના ને કર્ણિકારના પુષ્પના હાર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 19 || (253)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે કામનાવાળા તથા કુટુંબીને વિષે હેતવાળા ત્યાગી પશુ જેવા છે. તેમાં પણ કુટુંબીને વિષે હેતવાળાનો અમને અવગુણ આવે છે, માટે ત્યાગીને લેશમાત્ર પોતાના સંબંધી સાથે હેત ન રાખવું, અને પોતાની ચાકરી કરતો હોય તેના ઉપર પણ હેત ન રાખવું આ વાત નિત્ય ન કહે ને ન સાંભળે તેણે ઉપવાસ કરવો. (1) બાબત છે.