[raw]
ગઢડા છેલ્લું : ૧૭
સંવત 1884ના શ્રાવણ સુદિ 6 છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 17 || (251)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારા ભક્તને અમારા વિના બીજે ઠેકાણે હેત રહે તે અતિ મોટું પાપ છે, માટે બીજે ઠેકાણેથી હેત ટાળીને અમારે વિષે અખંડ વૃત્તિ રાખવી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ ભરતજીનું આખ્યાન ચમત્કારી કહ્યું તે એમાં શો ચમત્કાર હશે?
ઉ.૧ ભરતજી રાજ્ય સમૃદ્ધિ મૂકીને વનમાં ગયા એટલું બધું ત્યાગ કર્યું ને મહા તપ કર્યું, તો પણ એક મૃગલીના બચ્ચામાં હેત થયું, એટલામાં ત્રણ જન્મ ધરવા પડ્યા એમ વાસનાએ કરીને મહા દુ:ખ થાય છે તે વાર્તા સાંભળીને સર્વને ભય લાગે જે વાસના રાખશું તો મહા દુ:ખ થાશે. અને બીજું એમને ભગવાનની સ્મૃતિ રહી તે ચમત્કારી વાત જાણવી.
|| ——-x——- ||
[/raw]