[raw]
ગઢડા પ્રથમ : ૨
સંવત 1876ના માગશર સુદિ 5 પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 2 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે તેમાં શ્રીજીમહારાજે ગૃહસ્થના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યનાં લક્ષણ કહ્યાં છે. (1) બાબત છે.
પ્ર.૧ કેવી રીતે વ્યવહારમાં રહ્યો હોય તે આજ્ઞાએ તથા પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય?
ઉ.૧ ત્યાગી થવું હોય તેને ભગવાન અથવા સત્પુરુષ તે વ્યવહારમાં રહેવાની આજ્ઞા કરે એ આજ્ઞાએ કરીને રહ્યા કહેવાય. અને જેને માબાપ વૃદ્ધ હોય ને બીજો ભાઈ ન હોય ને તેને ખાવાપીવાનું ન હોય તેથી માબાપની સેવામાં રહેવું પડ્યું હોય તે પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય.
પ્ર.૨ ઉત્તમ વિષય કિયા જાણવા? અને સામાન્ય ને દોષે યુક્ત કિયા જાણવા?
ઉ.૨ સ્ત્રી રૂપવાન હોય ને પોતાની આજ્ઞામાં રહેતી હોય ને ધન-સમૃદ્ધિ ઘણી હોય તે ઉત્તમ વિષય કહેવાય. અને સ્ત્રી કુરૂપ હોય ને કહ્યામાં ન વર્તે અને ઘણે દાખડે ખાવા પીવાનું મળે તે સામાન્ય ને દોષે યુક્ત વિષય કહેવાય.
પ્ર.૩ કઠણ દેશકાળમાં વૈરાગ્ય મોળો ન પડે તે દેશકાળ કેવા જાણવા?
ઉ.૩ પોતાને સ્ત્રી આદિક તથા ખાનપાનાદિક ઉત્તમ વૈભવ મળ્યા હોય પણ તેને પ્રારબ્ધાનુસારે પરદેશમાં જવું પડે ને ત્યાં પોતાનાં સ્ત્રીઆદિક સંબંધી તથા વૈભવનો યોગ ન રહે ને ત્યાં કોઈક રૂપવાન સ્ત્રી મળે ને તે પોતાનું ધન-ધામાદિક સર્વસ્વ આપીને લોભાવે અને કોઈક સમે પોતાના વૈભવ સર્વ નાશ પામી જાય તથા પોતાના શરીરમાં દીર્ઘ રોગ આવી પડે ને સત્પુરુષનો યોગ ન રહે ત્યારે તેને કોઈક અન્ય દેવના મંત્રથી તથા ઉપાસનાથી તથા ધ્યાનથી તથા પરસાંપ્રદાયિક શાસ્ત્રના શ્રવણ-પઠનાદિકથી, સ્ત્રીધનાદિક વૈભવની પ્રાપ્તિ થશે, તથા રોગાદિક કષ્ટ નાશ પામશે એવો ઉપદેશ કરે, એવા દેશકાળ સંગાદિક પ્રાપ્ત થાય તે કઠણ દેશકાળાદિક કહેવાય.
|| ——-x——- ||
[/raw]