[raw]
ગઢડા પ્રથમ : ૨૮
સંવત 1876ના પોષ સુદિ 14 ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુની જમવા પંક્તિ થઈ હતી.
તે સમે શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 28 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્વાસના વૃદ્ધિ પામે ને સત્સંગી માત્રનો અવગુણ આવે ને પાછો પડી જાય. (1) અને સત્સંગમાં વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે, ને સત્સંગીનો ગુણ આવે, ને સત્સંગમાં મોટ્યપ પામે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ (બીજી બાબતમાં) આનંદ વર્તે તથા મોટ્યપ પામે એમ કહ્યું તે આનંદ ને મોટ્યપ શી સમજવી?
ઉ.૧ શ્રીજીમહારાજનો નિશ્ચય સર્વોપરી હોય, ને પંચ વર્તમાન દૃઢપણે પાળતા હોય, તેવા સત્સંગી માત્રનો ગુણ આવે તેણે કરીને તેમને વિષેથી મનુષ્યભાવ ટળીને મુક્તપણાની બુદ્ધિ થાય જે મુને સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્ત મળ્યા ને દેહ મૂકીને જેને પામવા હતા તે છતે દેહે મળ્યા એમ જાણે તેથી આનંદ આવે તે સત્સંગનો આનંદ જાણવો. અને પોતે મુક્ત થાય એ અતિશે મોટ્યપ સમજવી.
|| ——-x——- ||
[/raw]