[raw]
ગઢડા છેલ્લું : ૩૨
સંવત 1885ના મહા સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે વસંતી વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ગવૈયા પરમહંસ વસંતનાં કીર્તન ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે,
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે; અધમ-ઉદ્ધારણ છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જાશે તો તેની શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી રીતે માહાત્મ્યની ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 32 || (266)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે આહાર-વિહાર યુક્ત કરે તો ઇંદ્રિયો જિતાય ને એવો થકો નવ પ્રકારની ભક્તિમાં પ્રીતિએ સહિત રુચિ રાખે તો સત્સંગમાં પાર પડે. (1) બીજામાં સર્વેથી પર અમારા તેજરૂપ અક્ષરધામમાં અમે સદા સાકાર મૂર્તિ વિરાજમાન છીએ ને સર્વના કારણ ને સર્વના નિયંતા ને સર્વના અંતર્યામી ને દિવ્ય સુખમય મૂર્તિ છીએ આવો અમારો મહિમા સમજીને અમારે વિષે પ્રીતિ કરે ને નવધા ભક્તિ કરે ને અમારી આજ્ઞામાં વર્તે તે અમારો સાચો ભક્ત છે. (2) અને અમારા મહિમાનો ઓથ લઈને અમારી બાંધેલી મર્યાદાનો ભંગ કરે તે પાપી ને દુષ્ટ છે . (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં સમાધિનિષ્ઠને ઇંદ્રિયોનો ભય કહ્યો ને (અ. 3ના પહેલા પ્રશ્નમાં) ઉપશમદશાને પામે તેને પંચવિષય બાધ ન કરે એમ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ આમાં પોતાના સાધનિક ભક્તોને શિક્ષાને અર્થે માયાનું બળ બતાવ્યું છે, પણ ગોવર્ધનભાઈના જેવી ઉપશમદશા આવે તેને વિષય બાધ કરે જ નહિ.
|| ——-x——- ||
[/raw]