[raw]
ગઢડા છેલ્લું : ૨૯
સંવત 1885ના પોષ સુદિ 2 બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો જે,
ત્યારે શુકમુનિએ આશંકા કરી જે,
(પ્ર.૨) હે મહારાજ! એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના માહાત્મ્યની વાત સાંભળે ને પછી પોતે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધયોગે કરીને હશે ને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ્ય નહોતો ને પછી થયો ત્યારે એનું કેમ સમજવું? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિચારે તો કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહિ. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશે હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિક જે જે ક્રિયા કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહિ અને તે સંતની મરજીથી બહાર ર્વત્યામાં તેના મનને વિષે નિરંતર ભય વર્તે, જે જો હું એમની મરજી પ્રમાણે નહિ વર્તું તો એ મારી સાથે હેત નહિ રાખે. તે સારુ નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે, માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ આપણા સત્સંગમાં બાઈ-ભાઈ પરમહંસ એ સર્વને અમારી ઉપર હેત છે, તો મોટેરી બે ત્રણ બાઈયું છે તે બરોબર બીજી સર્વે બાઈયું વર્તમાન પાળે છે કેમ જે એ મનમાં એમ જાણે છે જે, જો અમે ખબરદાર થઈને વર્તમાન નહિ પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહિ રહે ને કુરાજી થાશે. તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે, તથા દેશદેશના હરિભક્ત બાઈ-ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે, ને એમ જાણે છે જે જો આપણ સારી પેઠે નહિ વર્તીએ તો મહારાજ કુરાજી થાશે. માટે અમારે વિષે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દૃઢપણે વર્તે છે, પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને ઝાઝો હશે તેનો કાંઈ મેળ છે નહિ, અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણે સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત.(બા.૧)
ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે, તથા તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે, તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે, અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહિ. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો તો આ અમે કહ્યો એ જ ઉત્તર છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 29 || (263)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે તીવ્ર વૈરાગ્યવાળો ત્યાગી થાય તો વિઘ્ન થાય નહિ, અને મંદ વૈરાગ્યવાળો ત્યાગી, મોટા સંત સાથે હેતે કરીને પોતાના જીવને બાંધે તો એનો ત્યાગ પાર પડે. (1) અને સત્સંગનો યોગ રાખે ને અમને અંતર્યામી જાણે ને પોતપોતાના નિયમ પ્રમાણે વર્તે તો ધર્મ રહે. (2) બાબતો છે.
|| ——-x——- ||
[/raw]